અકસ્માત:ડીસાના રતનપુરા પાટિયા નજીક કાર રોંગ સાઇડે જતાં ટ્રકે ટક્કર મારતાં વેપારીનું મોત

ભીલડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રતનપુરા પાટિયા નજીક કારચાલક રોંગ સાઇડે જતાં સામેથી આવતી ટ્રકે ટક્કર મારતાં કાર ચાલકનું મોત નિપજ્યું હતું. - Divya Bhaskar
રતનપુરા પાટિયા નજીક કારચાલક રોંગ સાઇડે જતાં સામેથી આવતી ટ્રકે ટક્કર મારતાં કાર ચાલકનું મોત નિપજ્યું હતું.
  • કારને જોરદાર ટક્કર વાગતાં ફંગોળાઈને રોડ પર ડિવાઇડર વચ્ચે પડી
  • હારિજના વેપારી પત્ની સાથે મોટા કાપરા ગામે વેવાઇને ત્યાં જતા હતા

હારિજ ગામના વેપારી પત્ની સાથે રવિવારે સવારે લાખણી તાલુકાના મોટા કાપરા ગામે વેવાઇને ત્યાં જઇ રહ્યા હતા. ત્યારે ડીસાના રતનપુરા પાટિયા નજીક કાર ચાલક રોંગ સાઇડે ગેસ પુરાવવા જતાં સામેથી આવતી ટ્રકએ ટક્કર મારતાં કાર ચાલક વેપારીનું મોત નિપજ્યું હતું. જ્યારે પત્નીને ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયા હતા.

હારિજ ગામના માર્કેટના વેપારી નરસિંહભાઇ રામચંદભાઇ ઠક્કર (ઉં.વ.57) તેમની પત્ની ઇન્દુબેન રવિવારે સવારે લાખણી તાલુકાના મોટા કાપરા ગામે વેવાઇને ત્યાં કાર નંબર જીજે-24-એએફ-0387 લઇને જઇ રહ્યા હતા. તે દરમિયાન ડીસા તાલુકાના રતનપુરા ગામના પાટિયા નજીક રોંગ સાઇડે કાચી સાઇડે ગેસ પુરાવવા જતાં સામેથી આવતી ટ્રક નંબર આરજે-09-જીસી-1558 ના ચાલકે કારને સામેથી જોરદાર ટક્કર મારતાં કાર ફંગોળાઈને રોડ ડિવાઇડર વચ્ચે પડી હતી. જેમાં કાર ચાલક નરસિંહભાઇ રામચંદભાઇ ઠક્કરનું ઘટના સ્થળે મોત થયું હતું. ઇન્દુબેનને માથાના ભાગે ગંભીર ઇજા થતા ભીલડી 108 ના ઇ.એમ.ટી પ્રવિણભાઇ વણોલ અને પાઇલોટ જીતુભાઈ દ્વારા ડીસા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમને વધુ સારવાર અર્થે પાલનપુર ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ હસમુખભાઈ રામચંદભાઇ ઠક્કર (રહે.પાટણ) એ ફરિયાદ દાખલ કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...