પાલનપુર કોરોના LIVE:જિલ્લામાં કોરોના વિસ્ફોટ, 24 કલાકમાં પોઝિટિવ કેસ બેવડી સદીને પાર, આજે 240 કેસ સામે આવ્યા, એક્ટિવ કેસની સંખ્યા 674 પર પહોંચી

પાલનપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મુખ્ય મથક પાલનપુરમાં 91, ડીસામાં 87 સહિત જિલ્લામાં 240 લોકો સંક્રમિત થતા ચકચાર
  • જિલ્લામાં 3334 RTPCR અને 1372 એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા

બનાસકાંઠા જિલ્લામાં બીજી લહેર બાદ ફરી કોરોના પોઝિટિવ કેસ સામે આવવા લાગ્યા છે. જેમાં આજે બુધવારે જિલ્લામાં 240 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેમાં જિલ્લામાં ટોટલ એક્ટિવ કેસનો આંક 674 પર પહોંચ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં ફરી કોરોના પોઝિટિવ કેસો સામે આવવા લાગ્યા છે. જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેમાં જિલ્લામાં આજે 240 કોરોના પોઝિટિવ કેસ નોંધાતાં તંત્ર હરકતમાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા 3334 RTPCR અને 1372 એન્ટીજન ટેસ્ટ એમ ટોટલ 4706 જેવા ટેસ્ટ કરતા 240 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

જો તાલુકા પ્રમાણે જોવા જઈએ તો અમીરગઢમાં 03, ભાભરમાં 01, દાંતામાં 17, દાંતીવાડામાં 04, ડીસામાં 87, ધાનેરામાં 11, લાખણીમાં 01, કાંકરેજમાં 03, પાલનપુરમાં 91, સુઈગામમાં 04, વડગામમાં 09, થરાદમાં 04, વાવમાં 04 સહિત જિલ્લાના 13 તાલુકામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે 76 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેની સાથે જિલ્લામાં એક્ટિવ કુલ કોરોના પોઝિટિવ કેસ 674 થયા છે.

અન્ય સમાચારો પણ છે...