બનાસકાંઠા કોરોના LIVE:જિલ્લામાં આજે કોરોનાના નવા 18 કેસ નોંધાયા, કુલ એક્ટિવ કેસની સંખ્યા 76 થઈપાલનપુરમાં 40 અને ડીસામાં 21 એક્ટિવ કેસ,ગત વર્ષની જેમ બંને શહેર કોરોના હોટસ્પોટ

પાલનપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુરમાં 9 ડીસામાં 5 વડગામમાં 2,ભાભર દાંતીવાડામાં 1-1 કેસ,પાલનપુરમાં 6 વર્ષની બાળકી, બસુમાં 9 વર્ષનું બાળક સંક્રમિત

બનાસકાંઠા જિલ્લામાં બીજી લહેર બાદ ફરી કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. આજે જિલ્લામાં કોરોનાના નવા 18 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે જેમાં જિલ્લામાં ટોટલ એક્ટિવ કેસ આંક 76 પર પહોંચ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં ફરી કોરોના પોઝિટિવ કેસો સામે આવવા લાગ્યા છે. જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેમાં જિલ્લા આજે 18 કોરોના પોઝિટિવ કેસ નોંધાતાં તંત્ર હરકતમાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા RT-PCR 2124 અને એન્ટીજન 1057 ટોટલ 3181 જેવા ટેસ્ટ કરતા 18 કોરોના પોઝિટિવ કેસ સાથે નોંધાયા છે. પાલનપુરમાં 09, ડીસામાં 05, ભાભરમાં 01, દાંતીવાડામાં 01, વડગામમાં 02 સહિત જિલ્લાના 5 તાલુકામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 10 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જિલ્લામાં એક્ટિવ કેસ 76 થયા છે.

અન્ય સમાચારો પણ છે...