બનાસકાંઠા કોરોના અપડેટ:જિલ્લામાં આજે 04 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, ટોટલ એક્ટિવ કેસનો આંક 42 પર પહોંચ્યો

પાલનપુર7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના 14 તાલુકામાંથી 04 તાલુકામાં કોરોના કેસ, આજે 09 લોકોને ડિસ્ચાર્જ
  • જિલ્લામાં 1720 RTPCR અને 854 એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યા

બનાસકાંઠા જિલ્લામાં બીજી લહેર બાદ ફરી કોરોના પોઝિટિવ કેસ સામે આવવા લાગ્યા છે. જેમાં આજે બુધવારે જિલ્લામાં 04 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. જેમાં જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. જેમાં જિલ્લામાં ટોટલ એક્ટિવ કેસનો આંક 42 પર પહોંચ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં ફરી કોરોના પોઝિટિવ કેસો સામે આવવા લાગ્યા છે. જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. જેમાં જિલ્લા આજે 04 કોરોના પોઝિટિવ કેસ નોંધાતાં તંત્ર રાહત લીધી છે. જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા RTPCR 1720 અને એન્ટીજન 854 ટોટલ 2574 જેવા ટેસ્ટ કરતા 04 કોરોના પોઝિટિવ કેસ સાથે નોંધાયા છે. નોંધનીય છે કે ડીસામાં 01, ધાનેરામાં 01, પાલનપુરમાં 01, વડગામમાં 01 સહિત જિલ્લાના 04 તાલુકામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 09 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

જો કે જિલ્લામાં એક્ટિવ કુલ કોરોના પોઝિટિવ કેસ 42 થયા છે. એક્ટિવ કેસની સંખ્યા તાલુકા પ્રમાણે જોઈએ તો અમીરગઢમાં 01, દાંતામાં 02, દાંતીવાડામાં 01, ડીસામાં 12, દિયોદરમાં 01, ધાનેરામાં 01, કાંકરેજમાં 06, લાખણીમાં 02, પાલનપુરમાં 01, થરાદમાં 01, વડગામમાં 03, વાવમાં 02 કેસ આજ સુધીમાં 12 તાલુકામાં એક્ટિવ છે.

અન્ય સમાચારો પણ છે...