અકસ્માત:અમીરગઢના ડાભેલીમાં શાળાએથી આવતી વિદ્યાર્થીને ડમ્પર ચાલકે અડફેટે લેતા મોત

પાલનપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત સર્જી ડમ્પર નો ચાલક વાહન મૂકી ફરાર

અમીરગઢ ના ડાભેલી નજીક એક ડમ્પર ચાલકે એક વિદ્યાર્થીને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. જેમાં અકસ્માત સર્જનાર ડમ્પરનો ચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો હતો. બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળ ની તાપસ હાથ ધરી હતી.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં ગઈકાલે થરાદ સાચોર હાઇવે પર ઇકો કાર અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જે બાદ આજે મળતી માહિતી મુજબ અમીરગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં એવા ડાભેલી ગામની સીમમાંથી પસાર થતાં રોડ પર શાળાએથી આવતી અને પેલા ધોરણમાં ભણતી ડાભેલી નજીક બાળકીને ડપરના ચાલકે ગતિમાર્યદનું ભાન ન રાખતા બેફામ ડ્રાઈવીંગ કરતા નિર્દોષ બાળકીને અડફેટમાં લેતા તેનું કરુણ મોત નિપજ્યું હતું.

અકસ્માત સર્જી ડમ્પરનો ચાલક વાહન મૂકી ભાગી ગઈ હતો બનાવના પગલે પોલીસને ઘટનાસ્થળે પહોંચી આગળની કવાયત હાથ ધરેલ છે જ્યારે એક માસૂમ બાળકીને મોતને ઘાટ ઉતારનાર વાહન ચાલક સામે સમગ્ર વિસ્તારમાં રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...