તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:ડિવાઇડર વચ્ચેની જગ્યાએ જો લોખંડની જાળી ફિટ કરાશે તો આંદોલનની ચીમકી

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગઠામણ પાટિયા નજીક ડિવાઇડર વચ્ચેથી વળવાનો માર્ગ બંધ કરવાની કામગીરી
  • 10 સોસાયટી, આઠ મોટા ગામડાના લોકોને વળવા માટે 600 મીટરનું ચક્કર લગાવવુ પડશે, પાલનપુર આવવા માટે પુલ સુધી સર્વિસ રોડ ઉપર જવું પડશે

પાલનપુર- અમદાવાદ હાઇવેને સિક્સ લેન બનાવવામાં આવી રહ્યો છે. જ્યાં પાલનપુર હાઇવે ઉપર ગઠામણના પાટીયાથી અંદર જવા માટે ડિવાઇડર વચ્ચેનો માર્ગ બંધ કરવાની કામગીરી હાથ ધરવામાં આવતાં ગઠામણ રોડ ઉપરની 10 સોસાયટીઓ તેમજ આઠ મોટા ગામડાના લોકોમાં ભારે રોષ છવાયો છે. જો ડિવાઇડર વચ્ચેની જગ્યાએ લોખંડની ઝાળીઓ ફિટ કરાશે તો આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.ડિવાઇડર વચ્ચે જગ્યા રાખવામાં આવી હતી.

જેથી ગઠામણ પાટીયાથી ગઠામણ ગામ તરફની મોટી 6 સોસાયટીઓ તેમજ ગઠામણ, ગાદલવાડા, સરીપડા, ટાકરવાડા, હોડા, ભાવિસણા, સાગ્રોસણા, સાસમ ગામના લોકો ત્યાંથી હાઇવે ક્રોસ કરી ગઠામણના રોડ ઉપર જતા હતા. જોકે, વર્તમાન સમયે હાઇવે સિક્સ લેન બની રહ્યો હોઇ આ ડિવાઇડર વચ્ચેનો માર્ગ બંધ કરી ત્યાં લોખંડની ઝાળી લગાવવાની કામગીરી હાથ ધરાતા દરરોજના 1000 વાહન ચાલકો સહિત લોકો માટસમસ્યા બની છે.

રસ્તો બંધ થાય તો આ મુશ્કેલીઓ પડે
પાલનપુર તરફથી આવતા લોકોને છેક રામદેવ હોટલ સુધી જવું પડે ત્યાંથી સર્વિસ રોડ ઉપર આવવું પડે જ્યાં મોટી સંખ્યામાં વાહનોની અવર- જવર રહેતી હોવાથી જીવલેણ અકસ્માતો સર્જાઇ શકે છે. નાના બાળકો અને વિધાર્થીઓને મુશ્કેલીઓ પડી શકે છે. સામેની સાઇડે ગઠામણથી પાલનપુર જવા માટે પુલ સુધી સર્વિસ રોડનો ઉપયોગ કરવો પડે જ્યાં વાહનો પાર્ક કરવામાં આવતાં હોવાથી મુશ્કેલીઓ પડી શકે છે.

ડિવાઇડર દૂર કરી સર્કલ બનાવવા માંગ
આ માર્ગથી પસાર થતાં વાહન ચાલકો, સોસાયટીઓના રહિશો તેમજ ગ્રામજનો દ્વારા ડિવાઇડર વચ્ચેનો માર્ગ બંધ ન થાય તે માટે જિલ્લા કલેકટર, ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી છે. ડિવાઇડર વચ્ચેનો માર્ગ બંધ કરવાને બદલે હાઇવે ખુલ્લો કરી ત્યાં નાનુ સર્કલ બનાવવામાં આવે તો સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે. અમારી માંગણી નહિ સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.: વસંતભાઇ મોઢ ( અક્ષતમ -3, પાલનપુર)

સંકલન સમિતિમાં પ્રશ્ન ચર્ચાઇ શકે
પાલનપુર- અમદાવાદ હાઇવે ઉપર ગઠામણ તરફ જવાના માર્ગની સમસ્યા અંગે ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી હશે તો આગામી 10 તારીખે યોજાનારી સંકલન સમિતિમાં ચર્ચા કરાશે. ફિરોજ બાગવાન (અધિકારી, કલેકટર કચેરી)

અન્ય સમાચારો પણ છે...