તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:અમીરગઢ પોલીસ ચેકપોસ્ટની બાજુમાં આવેલી રાજસ્થાનની માવલ પોલીસ ચેકપોસ્ટ પરથી બસમાં લઇ જવાતો તલવારોનો જથ્થો ઝડપાયો

પાલનપુર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે બસની ડેકી ચેક કરતાં અંદરથી 255 તલવારો મળી

રાજસ્થાનના સિરોહી જિલ્લાના એસપીની કડક સુચનાના આધારે આબુરોડ રિકો પોલીસ દ્વારા માવલ ચેકપોસ્ટ પર સઘન ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન પોલીસને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે જોધપુરથી આવતી અને અમદાવાદ જતી એક બસને રોકાવીને તેમાં તપાસ કરતા તેમાથી 255 તલવારોનો જથ્થો ઝડપાયો હતો.

બસની ડિકીમાં છ જેટલા પાર્સલ મુકેલ હતા જેને ખોલી પોલીસે તપાસ કરતા તેમાં તલવાર ઘાતકી હથિયાર કહેવાય તે ભરેલ હતી જેથી આબુરોડ પોલીસે તલવારો લઈ જનાર કોઈ માલિક ન મળતાં બસમાંથી તલવારનો જથ્થો ઉતારી બસના ચાલકની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, બસના ચાલકે જણાવ્યું હતું કે બસમાં મુકેલા પાર્સલમાં શું હતું તે તેને ખબર નથી. આબુરોડ પોલીસે તલવાર નંગ 255નો જથ્થો કબજામાં લઇ કલમ 102 હેઠળ કાર્યવાહી કરતા તલવારો ક્યાંથી અને ક્યાં લઈ જવામાં આવતી હતી અને વેપાર માટે કે પછી અન્ય કારણોસર લઈ જવામાં આવતી હતી તેની સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...