સાર્વજનિક પુસ્તકાલય:ભાભરના ઊંડાઈ ગામમાં 5 દિવસમાં સાર્વજનિક પુસ્તકાલય તૈયાર કરાયું

પાલનપુર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 લાખનું યોગદાન મળતા જુના રુમની સફાઈ 26 બેઠક સાથેનું પુસ્તકાલય કાર્યરત

ભાભર તાલુકાના ઊંડાઈ ગામમાં પાંચ જ દિવસમાં સાર્વજનિક પુસ્તકાલય તૈયાર કરી દેવાયુ છે. ગામમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો કે જેઓ આર્થિક સમસ્યાને કારણે તૈયારી માટે બહાર જઇ શકતા ન હોવાથી એમની સમસ્યાને દુર કરવાનાં હેતુથી માત્ર પાંચ જ દિવસમાં ગામના યુવાનોએ માત્ર 4 દિવસમાં પુસ્તકાલય ઉભું કરી ગામલોકોને ચોંકાવી દીધા છે.

ઊંડાઈ માં 4 જ દિવસમાં 4 લાખ જેટલું યોગદાન મળ્યું. વિચાર સાથે જ કાર્યની શરૂઆત થઈ ગઈ હતી.15 ઓકટૉબરનાં રોજ શાળાના જુના રુમની સાફ સફાઈ કરવાંમાં આવી, 16મીએ લાઇટફીટીંગ, કલર કાર્ય પુર્ણ થયુ.17,18 અને 19મીએ ફર્નિચર ખરીદી અને તેની વ્યવસ્થા પુર્ણ થઈ. 20મીએ શરદપૂનમનાં દિવસે શ્યામસ્વરુપ બાપુના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું. હાલ 26 બેઠક સાથેનું પુસ્તકાલય અદ્યતન સુવિધા સાથે કાર્યરત છે.જેમાં 1 લાખનાં પુસ્તકો કે જેમાં તમામ પરીક્ષાનો અભ્યાસક્રમ સામેલ છે. પુસ્તકાલયને CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું છે.

ગામમાં હકારાત્મક વિચારને પ્રસ્તુત કરવાનાં હેતુથી કોઈ વ્યક્તિ વિશેષની જગ્યાએ આ કામ ગામ જ કરી રહ્યુ છે તે વિચાર કેન્દ્ર સ્થાને રાખવામાં આવેલ છે.ગામનો દરેક વ્યક્તિ પુસ્તકાલયનાં આવક ખર્ચના હિસાબ જોઈ શકે તે હેતુથી પુસ્તકાલયમાં ખુલ્લી કિતાબ જેમ પારદર્શક વહીવટ કરવાની પહેલ કરવામાં આવી છે. જેમાં પુસ્તકાલયમાં એક ખાનામાં દરેક બિલ,વાઉચર ફાઈલ, આવકની વિગતો ખુલ્લી રાખવામાં આવેલ છે. 50 રૂપિયાથી માંડી તમામ ખર્ચના બિલ વાઉચર કરવામાં આવ્યા છે. ગામમાં બેસતા વર્ષથી ગામનાં ધો-3 થી માંડીને સ્નાતક, અનુસ્નાતક ટોપ ત્રણને સન્માન કરવાનું નવું પગલું શરુ કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...