આયોજન:પાલનપુરમાં ડાક અદાલત યોજાશે

પાલનપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા ડીવીઝનની ટપાલ સેવા, ટપાલ વિતરણ, કાઉન્ટર સેવા, બચત બેંકના પ્રશ્રનોના નિકાલ કરવા 24 જુલાઈ-2020 ના રોજ સવારે 11-00 કલાકે અધિક્ષક ડાકઘર, બનાસકાંઠા, પાલનપુરની કચેરીમાં ડાક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે ફરિયાદ કે આવેદન પત્ર ડેપ્યુટી મેનેજર, કસ્ટમર કેર સેન્ટર, અધિક્ષક ડાકઘરની કચેરી બનાસકાંઠા ડિવીઝન, પાલનપુરને તારીખ 17 જુલાઈ-2020 સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવા જણાવવામાં આવ્યું છે.. ત્યારબાદ આવેલ ફરીયાદ કે આવેદન પત્ર ધ્યાનમાં લેવામાં આવશે નહી તેમ ડાકઘર અધિક્ષક, બનાસકાંઠા ડીવીઝન, પાલનપુર દ્વારા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...