તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:થરાનો પોલીસ કર્મચારી18 હજારની લાંચ લેતાં ઝડપાયો

પાલનપુર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જુગારના કેસમાં ઝડપાયેલા વ્યક્તિને હેરાન નહીં કરવા લાંચ લેતા પાટણ એસીબીએ ઝડપી પાડ્યો

થરા પોલીસ મથકમાં ફરજ બજાવતો પોલીસ કર્મી 18 હજારની લાંચ લેતા પાટણ એસીબીએ ઝડપી લીધો હતો.જુગારના કેસમાં ઝડપાયેલા વ્યક્તિને હેરાન ન કરવા લાંચ માંગી હતી, જોકે પાટણ એઇસીબીમાં આ અંગે ફરિયાદ થતા ટીમે છટકું ગોઠવી લાંચિયા પોલીસ કોન્સ્ટેબલ અમરાભાઈ કાબાભાઈ દેસાઈને 18 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો.

થરા પોલીસ મથકે જુગાર કેસમાં ઝડપાયેલા આરોપીને પોલીસ સ્ટેશનમાં ખોટી હેરાનગતિ નહી થવા દેવા પોલીસ કોન્સ્ટેબલ અમરાભાઈ કાબાભાઈ દેસાઈએ 18 હજારની લાંચ માંગી હતી. જોકે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ના હોઇ તેણે એ.સી.બી.ના ટોલ ફ્રી નંબર 1064 ઉપર ફરીયાદ કરી હતી. દરમિયાન ગુરુવારે પાટણ એસીબીએ લાંચના છટકું ગોઠવી પોલીસ કર્મી અમરાભાઈ દેસાઈને થરામાં તેરવાડીયા વાસના નાકે બોલાવ્યો હતો. જયા ફરિયાદી પાસેથી પોલીસ કર્મીએ 18 હજાર લેતાજ તેને દબોચી લેવાયો હતો. જે બાદ તેના રહેણાંક મકાનમાં છાપો માંરવામાં આવ્યો હતો જેની વિગતો પ્રાપ્ત થઈ શકી નથી.

અન્ય સમાચારો પણ છે...