યોગ સંવાદ:જે વ્યક્તિ નિયમિત રીતે યોગ કરે છે તે રોગમુક્ત જીવન જીવી શકે છે : યોગ સેવક શીશપાલજી

પાલનપુર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુરમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સંવાદ અને નૂતન વર્ષાભિનંદન સમારોહ યોજાયો

પાલનપુર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સંવાદ અને નૂતન વર્ષાભિનંદન સમારોહ યોગ બોર્ડના ચેરમેન અને યોગસેવક શીશપાલજીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.વિશ્વમાં યોગને સન્માન મળે તે માટે પ્રધાનમંત્રી સમગ્ર વિશ્વમાં યોગમય વાતાવરણ ઉભુ કર્યું છે.

યોગ બોર્ડના ચેરમેન અને યોગસેવક શીશપાલજીએ જણાવ્યું હતું કે,રોજ વહેલી સવારે સૂર્ય નમસ્કાર કરવાથી શરીરને શક્તિ મળે છે અને સમગ્ર દિવસ દરમ્યાન સ્ફૂર્તિ જણાય છે.જીવનમાં કોઈપણ કામ કરો જેમાં પુરુષાર્થનું ખુબ મહત્વ છે એટલે જ જીવનમાં યોગરૂપી પુરુષાર્થ કરી જીવનના શારીરીક અને માનસિક રોગોમાંથી મુક્તિ મેળવીએ. સમગ્ર ગુજરાતને યોગમય બનાવવા પર ભાર મુકતા તેમણે જણાવ્યું કે, યોગથી સંસ્કૃતિ, શક્તિ અને સ્વાસ્થ્યનું વાતાવરણ ઉભું થાય છે. જે વ્યકિત નિયમિત યોગ કરે છે તે રોગમુક્ત જીવન જીવી શકે છે.વર્તમાન સમયમાં લોકોમાં ડાયાબિટીસ, બી.પી.,માનસિક તાણ જેવા અનેક રોગોનો સામાનો કરી રહ્યા છે તેને યોગના માધ્યમથી દૂર કરી શકાય છે.

સાસંદ પરબત પટેલે જિલ્લાના યોગ ટ્રનરોને અપીલ કરતા કહ્યું કે, બનાસકાંઠા જિલ્લાના જન સુધી યોગ પહોંચાડી યોગમય વાતાવરણ બની રહે તેવા પ્રયાસો કરવા અને લોકોને નિરોગી જીવનનો સંકલ્પ લેવા જણાવ્યું હતું.આ પ્રસંગે યોગસેવકો દ્વારા ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. તેમજ યોગના મેસેજ લોકો સુધી પહોંચે તે થીમ ઉપર યોગમય ગુજરાત નાટક બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...