ક્રાઇમ:કાણોદરના શખ્સે ખોટું પ્રમાણપત્ર રજુ કરીને પાસપોર્ટ બનાવી દીધો

પાલનપુર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પંચાયતમાં ખરાઇ કરાવતાં નકલી હોવાનું બહાર આવ્યું
  • પોલીસે​​​​​​​ ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

પાલનપુર તાલુકાના કાણોદરના એક શખ્સે જન્મ તારીખનો ગ્રામ પંચાયતનો ખોટો દાખલો રજૂ કરી પાસપોર્ટ બનાવ્યો હતો. આ અંગે તેની સામે ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પાલનપુર તાલુકાના કાણોદર અશ્કરીનગરમાં રહેતો મુન્તઝીરમહેંદી નિસારહુસેન થરાદરાએ પોતાની જન્મ તારીખ તારીખ 04/07/1980 હોવા છતાં પાસપોર્ટ મેળવવા માટે જન્મનું ખોટુ પ્રમાણપત્ર રજુ કર્યુ હતુ. જેમાં ખોટી તારીખ 04/07/1978 દર્શાવી હતી.

દરમિયાન ડોકયુમેન્ટ વેરીફિકેશનમાં આ સર્ટીફિકેટ કાણોદર ગ્રામ પંચાયતમાં ખરાઇ કરાવતાં નકલી હોવાનું બહાર આવ્યું હતુ. આ અંગે તેની સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...