તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેન્શન અદાલત:પેન્શનને લગતા પ્રશ્નોનાં નિરાકરણ માટે પાલનપુરમાં પેન્શન અદાલત યોજાશે

પાલનપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક

પેન્શનને લગતા પ્રશ્નોનાં નિરાકરણ માટે અધિક્ષક ડાકઘર, બનાસકાંઠા ડીવીઝન, પાલનપુરની કચેરી ખાતે તા.23 જુલાઇના રોજ 12-00 કલાકે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ અદાલતમાં નીતિવિષયક મુદ્દા સિવાયની, ફક્ત બનાસકાંઠા (પાલનપુર) ડીવીઝનની ઓફિસને લગતી પોસ્ટલ પેન્શનના અન્ય મુદ્દાઓ સંબધિત ફરીયાદો સાંભળીને નિકાલ કરવામાં આવશે.

પેન્શનને લગતી અદાલતમાં રજૂ કરવાની ફરીયાદો અખારામ, અધિક્ષક ડાકઘર, બનાસકાંઠા ડીવીઝન, પાલનપુરને મોડામાં મોડી તા.20 જુલાઇ-2021 સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે. નિર્ધારીત સમયમર્યાદા બાદ મળેલ ફરીયાદોને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તેમજ ફરીયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિવિષયક આધારિત મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહીં.

આ ઉપરાંત ફરીયાદની અરજીમાં એક કરતાં વધારે મુદ્દા કે વિષયનો સમાવેશ હોવો જોઈએ નહીં તેમ અધિક્ષક ડાકઘર, બનાસકાંઠા ડીવીઝન, પાલનપુર દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...