અકસ્માત:અંબાજી જતાં પદયાત્રિને મુમનવાસ નજીક કાર ચાલક ટક્કર મારી ફરાર

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાલનપુર તાલુકાના લાલાવાડાથી અંબાજી પગપાળા જઇ રહેલા સંઘના એક યુવકને મુમનવાસ નજીક કાર ચાલક ટક્કર મારી નાસી ગયો હતો. ઇજાગ્રસ્ત યુવકને પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગૂનો નોંધ્યો હતો. પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગૂનો નોંધી તેને ઝડપી લેવા પ્રયાસ હાથ ધર્યા છે.

પાલનપુર તાલુકાના લાલાવાડા ગામના શૈલેષભાઇ હિરાભાઇ કરેણ, કાળુભાઇ પરથીભાઇ કરેણ, હરેશભાઇ પચાણભાઇ ભટોળ, કિરણભાઇ રાજસંગભા ખરસાણ સહિત ગામના લોકો શનિવારે પગપાળા અંબાજી જવા નીકળ્યા હતા. દરમિયાન મુમનવાસ નજીક સંઘના લોકોનું જમવાનું રાખેલું હતુ. ત્યાં રોડની સાઇડમાં ઉભા હતા. ત્યારે કાળા કલરની કારના ચાલકે કાળુભાઇ પરથીભાઇ કરેણને ટક્કર મારી નાસી છુટ્યો હતો. આ અકસ્માતમાં કાળુભાઇને ઇજાઓ થતાં પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા. આ અંગે શૈલેષભાઇ કરેણે વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગૂનો નોંધી તેને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...