તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માવઠું:બનાસકાંઠાના વાવ તાલુકાના સરહદી પંથકમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો

પાલનપુર3 મહિનો પહેલા
  • દૈયપ,માવસરી સહિત અનેક જગ્યાએ કમોસમી વરસાદી ઝાપટા

બનાસકાંઠા જિલ્લામાં વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટાં પડ્યા છે છેવાડાના વિસ્તારમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો જિલ્લામાં ભારે ઉકળાટ બાદ શરદ વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા વાવના સરહદી પંથકમાં વરસાદી ઝાપટાં પડયા હતા.

બનાસકાંઠા જિલ્લામાં આજે દિવસ ભર ઉકળાટ બાદ સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો વાવના સરહદી પંથકમાં વરસાદી માહોલ સર્જાયો હતો અચાનક વાતાવરણમાં પલટો આવતા દૈયપ માવસરી સહિત ગામોમાં વરસાદી માહોલ સર્જાતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી જિલ્લામાં ભારે ઉકળાટ બાદ સમગ્ર જિલ્લામાં અચાનક વાતાવરણ પલટાતા વરસાદ જેવો માહોલ સર્જાયો હતો, જેમાં વાવના સરહદી પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા હતા,

અન્ય સમાચારો પણ છે...