બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરના બદરપુરા બનાસ ઓઇલ યુનિટ પ્લાન્ટમાં એસઓજી એલ.સી.બી QRT અને BDDS તથા ડોગ સ્કોડ ફાયર ફાઈટર તેમજ એમ્બ્યુલન્સની ટીમની હાજરીમાં મોકડ્રીલનું આયોજન કરાયું હતું. જેમાં એક આતંકવાદીને ઠાર મારી તથા એક આતંકવાદીને જીવતો પકડી લઈ તેની પાસેથી આધુનિક હથિયાર તથા સ્ફોટક પદાર્થ ઝડપી સફળરીતે મોકડ્રીલ પૂર્ણ કરાઈ હતી.
બનાસકાંઠા જિલ્લાના બનાસ ઓઇલ યુનિટ પ્લાન્ટમાં બદરપુરા ખાતે THR પ્લાન્ટમાં બે આતંકવાદી હથિયાર અને RDX સાથે છુપાયેલા છે તે પ્રકારનો મેસેજ મળતા જ એસ.ઓ.જી તેમજ અન્ય શાખા ની ટીમોએ તાત્કાલિક મોરચે સાંભળી લઈ ઘટનાસ્થળે પહોંચી હતી. આતંકવાદી કોઈ જાનહાનિ કે બ્લાસ્ટ કરે તે પહેલા એક આતંકવાદીને ઠાર મારી અન્ય એકને જીવતો પકડી લઈ મોકડ્રીલને સફળ બનાવી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.