સુરક્ષા:ડીસામાં લોકો ઉપર હુમલો કરતી માનસિક બીમાર મહિલાને પાલનપુર નારી સંરક્ષણ કેન્દ્રમાં ખસેડાઈ

પાલનપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડીસા હિંદુ યુવા સંગઠને મહિલાને પાનલપુર ખસેડી, જય્ાંથી બાયડ ખસેડાશે

ડીસામાં માનસિક બીમાર મહિલા હિંસક બની રહી હતી.તેના પરિવારજનો ભોજન આપે તો ફેંકી દેતી હતી.ઘરમાં પુરે તો પતરાંનો દરવાજો તોડી બહાર નીકળી જતી હતી.લોકો ઉપર હૂમલો કરી લોહીલુહાણ કરતી હતી. જેને હિંદુ યુવા સંગઠને પાલનપુર નારી સંરક્ષણ કેન્દ્રમાં ખસેડી હતી. સંગઠનના પ્રમુખ નિતિનભાઇ સોનીએ જણાવ્યું કે, સવારે સંગઠનના મિત્ર ગણેશભાઈ ગૌસ્વામીનો ફોન આવ્યો હતો. જ્યાં રૂબરૂ જતાં ઉષાબેન સેવંતિભાઈ પંચાલના ભાઇએ જણાવ્યું કે, મારી બહેન અસ્થિર મગજની છે.

અમે ત્રણ ભાઇઓ તેની સાર સંભાળ લઇએ છીએ. જમવાનું આપીએ તો ફેંકી દે છે. પતરાં વાળા ઘરમાં રહેતા હોઇ તેને ઘરમાં પુરી તાળું મારીએ તો દરવાજો પણ તોડીને બહાર નીકળી જાય છે. અને ક્યારે પાછી આવે તે નક્કી હોતું નથી. કોઇ વખત પોલીસ કે સેવાભાવી લોકો પરત ઘરે આવી મુકી જાય છે. બહાર નીકળ્યા પછી લોકો ઉપર હિંસક હૂમલો કરી લોહીલુહાણ કરતી હોવાથી આજુબાજુની મહિલાઓ ખુબ જ ભયભીત રહે છે. ઉષાબેનના ભાઇએ હકીકત જણાવતાં નિતિનભાઇ સોની ભાઇઓની મદદ લઇ મહિલાને સ્નાન કરાવી ભોજન આપ્યું હતુ.

જોકે,તેણે થોડું ખાઇને ફેંકી દીધુ હતુ. સંગઠનના મિત્રોની મદદથી તેણીને પાલનપુર નારી સંરક્ષણ કેન્દ્રમાં સુરક્ષિત સ્થળે ખસેડી હતી. જ્યાંથી હવે બાયડ જય અંબે માનસિક અસ્થિર મગજના આશ્રમમાં ખસેડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઉષાબેનના પહેલા લગ્નમાં પતિનું અવસાન થતાં બીજા લગ્ન કર્યા હતા. જે લગ્ન જીવન દરમિયાન બે બાળકો જનમ્યા હતા. જોકે, એમાંથી 1 બાળકનું અવસાન થયું હતું. બીજું બાળક હાલ એમના પિતા જોડે છે. જોકે, માનસિક હાલત ખરાબ હોવાથી તેઓ દર દર ભટકાતાં હતા.

અન્ય સમાચારો પણ છે...