તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી ઇશ્વર પરમારના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઇ

પાલનપુર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૂઇગામ સિવાયના 13 તાલુકાઓ માટે રૂ. 18.95 કરોડના 1052 કામોને મંજૂરી આપાઇ

બનાસકાંઠા જિલ્લાના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા જિલ્લાના પ્રભારી મંત્રી ઇશ્વર પરમારના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ હતી. બેઠકમાં વર્ષ-2021-22ના બનાસકાંઠા જિલ્લાના સૂઇગામ સિવાય 13 તાલુકાઓ માટે ફાળવાયેલા કુલ રૂ. 18.00 કરોડ સામે કુલ રૂ. 18.95 કરોડના 1052 વિકાસકામો મંજુર કરવામાં આવ્યાં હતાં.

જિલ્લાના આયોજનમાં 15 ટકા વિવેકાધિન યોજના- સામાન્ય, ખાસ અંગભૂત યોજના, 5 ટકા પ્રોત્સા.હક યોજના અને આદિજાતિ પેટા વિસ્તાસર યોજના વગેરેનો સમાવેશ થાય છે. જિલ્લાની 6 નગરપાલિકાઓ દ્વારા રૂ. 1.72 કરોડના 29 કામોનું આયોજન રજુ કરવામાં આવ્યું હતુ. આ વિકાસ કામોમાં સ્થાનિક વિકાસના કામો, રસ્તા અને પાણી પુરવઠાના કામો, પૂર સંરક્ષણ દિવાલ, પેવરબ્લોક, ગટરલાઇન, સ્વમચ્છેતા, શિક્ષણ વગેરે કામોનો સમાવેશ થાય છે. વિકેન્દ્રીત જિલ્લા આયોજન હેઠળ પણ 19 કામો મંજુર કરવામાં આવ્યા હતાં. આ બેઠકમાં જિલ્લાના પ્રભારી મંત્રી ઇશ્વર પરમારે જણાવ્યું હતું કે, રાજ્યનો છેવાડાનો વિસ્તાર પણ વિકાસથી વંચિત ન રહે તે માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. આજે મંજુર કરવામાં આવેલા વિકાસકામો ગુણવત્તાયુક્ત અને સમયમર્યાદામાં પૂર્ણ કરીએ. તેમણે વર્ષ-2020-21ના કામોની સમીક્ષા કરતાં કહ્યું કે, ગયા વર્ષે જિલ્લામાં 1127 કામો મંજુર કરવામાં આવ્યા હતાં. જે પૈકી 662 કામો સમયમર્યાદામાં પૂર્ણ થયાં છે, 395 કામો પ્રગતિ હેઠળ છે અને 70 શરૂ ન થયેલા કામો ઝડપથી શરૂ કરી પૂર્ણ કરવા જણાવ્યું હતું.

વિકાસશીલ તાલુકાઓમાં સમાવિષ્ટ૭ 8-તાલુકાઓમાં 636 કામો મંજુર કરવામાં આવ્યા હતાં. તે પૈકી 327 કામો સમયમર્યાદામાં પૂર્ણ થયાં છે, 289 કામો પ્રગતિ હેઠળ છે અને 20 શરૂ ન થયેલા કામો પણ ઝડપથી પ્રક્રિયા પુરી કરી કામો પૂર્ણ કરવા જણાવ્યું હતું. વિકાસકામોના આયોજન સમયે સ્થાાનિક પદાધિકારીઓ, અગ્રણીઓ અને અધિકારીઓએ એકબીજા સાથે સંકલન કેળવી તેઓની રજૂઆત કે સુચન હોય તો ધ્યાણને લઇ વિકાસકામો ઝડપથી થાય તે દિશામાં આગળ વધવા મંત્રીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...