• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • A Meeting Of Sarpanches Was Held At Palanpur Under The Chairmanship Of The Collector To Prevent The Spread Of Corona In The Villages.

કલેક્ટર-સરપંચોની બેઠક:ગામડાઓમાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે પાલનપુર ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને સરપંચોની બેઠક યોજાઇ

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનો પાસે ફરજીયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવા જણાવ્યું
  • ગામના આગેવાન તરીકે તમારે ગામની ખાસ કાળજી રાખવાની છે : કલેક્ટર
  • હેલી અને બીજી લહેરમાં પણ સરપંચઓએ ખૂબ ઉત્સાહ દાખવી કામ કર્યુ : જિલ્લા વિકાસ અધિકારી

દેશ અને દુનિયામાં કોરોનાના કેસો વધી રહ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના ગામડાઓમાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે પાલનપુર ખાતે કલેક્ટર આનંદ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરેની ઉપસ્થિતિમાં સરપંચોની બેઠક યોજાઇ હતી. બેઠકમાં કલેક્ટરે નવનિયુક્ત સરપંચોને શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, ગામની જનતાએ અને કુદરતે તમને સેવા કરવાની તક આપી છે. ત્યારે આ સેવાનો મોકો છે કે વિપરીત સ્થિતિમાં લોકોની સેવા કરવાનું કામ તમારા ભાગે આવ્યું છે. જે ગામમાં હજુ પણ ગણ્યાગાંઠ્યા લોકોનું રસીકરણ બાકી છે, તેમનું ઝડપથી રસીકરણ કરાવી ગામનું 100 ટકા રસીકરણ કરી ગામને સુરક્ષિત કરવા તેમણે હાકલ કરી હતી.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગામમાં લગ્નપ્રસંગ, મેળાવડાઓ, ડાયરાઓ કે પ્રાણપ્રતિષ્ઠાઓમાં લોકો ભેગા થઇને સુપર સ્પ્રેડર ન બને તે માટે ગામના આગેવાન તરીકે તમારે ગામની ખાસ કાળજી રાખવાની છે. ગામના 15થી 18વર્ષના બાળકોનું પણ રસીકરણ ઝડપી પૂરું થાય તે રીતે આરોગ્યની ટીમ સાથે સંકલન કરવા જણાવ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરેએ જણાવ્યું હતું કે, દેશમાં ત્રીજી લહેરમાં કેસો વધી રહ્યા છે. પહેલી અને બીજી લહેરમાં પણ સરપંચઓએ ખૂબ ઉત્સાહ દાખવી કામ કર્યુ છે. જિલ્લામાં ખુબ સારા પ્રમાણમાં રસીકરણ થયું છે. જિલ્લામાં કોરોનાના કેસો આવવાના ચાલુ થયા છે. ત્યારે ગામના દુકાનદારો, દૂધ મંડળીના કર્મચારીઓ અને શહેરમાં અપડાઉન કરતા તમામ લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધેલા હોવા જોઈએ અને ફરજીયાત માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરાવવા તેમણે જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...