બેઠક:કોરોના સંક્રમણને અટકાવવા સાવચેતી રાખવા પાલનપુરમાં પ્રાંત અધિકારી સાથે વાહન ચાલકોની બેઠક યોજાઇ

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાહનચાલકો અને વાહનમાં બેસનાર તમામે માસ્ક પહેરવું ફરજીયાત: ASP સુશીલ અગ્રવાલ

હાલ દેશમાં કોરોના અને ઓમિક્રોનના વધતાં સંક્રમણના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે. સૌ કોઇની નજર સમક્ષ બીજી લહેરના દ્રશ્યો આવી જાય છે. ત્યારે લોકોમાં જાગૃતતા લાવવા માટે આજે પાલનપુર જૂની આર.ટી.ઓ. કચેરી ખાતે રીક્ષા ચાલકો અને ટેક્ષી ચાલકોની કોરોનાની સાવચેતી માટે પાલનપુર પ્રાંત અધિકારી એસ.ડી.ગિલવા અને આસીસ્ટન્ટ પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલની ઉપસ્થિતમાં બેઠક યોજવામાં આવી હતી.

બેઠકમાં કોરોના વાયરસના વધતાં કેસોને કેવી રીતે અટકાવવા અને શહેરમાં બીજા કેસો ન વધે તે માટે શું સાવચેતી લેવી જોઈએ, તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. પાલનપુર પ્રાંત અધિકારી ગિલવાએ જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેરની અસરોથી બચવા માટે આપણે બધાએ પોતાનું અને બીજાનું ધ્યાન રાખીને કોવિડ એસ.ઓ.પી.નું પાલન કરીએ, માસ્ક ફરજીયાત પહેરીએ તથા સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અનુરોધ કર્યો હતો.

કોરોનાની ત્રીજી લહેરને ફેલાતી અટકાવવા વાહન ચાલકોએ પોતાની ઓટો કે ટેક્ષીમાં માસ્ક પહેરલ મર્યાદિત પેસેન્જરને જ બેસાડવા તેમણે અપીલ કરી હતી. જેથી કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવી શકાય અને લોકોમાં પણ જાગૃતતા લાવી શકાય.

આસીસ્ટન્ટ પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલે જણાવ્યું કે, વાહનચાલકો અને વાહનમાં બેસનાર તમામે માસ્ક પહેરવું ફરજીયાત છે. ફક્ત 5 રૂપિયાનું માસ્ક તમારી જિંદગી બચાવી શકે છે સાથે જ તમારા પરિવારને પણ બચાવી શકે છે. મર્યાદીત સંખ્યામાં જ ઓટો રીક્ષા અને ટેક્ષીમાં પેસેન્જરને બેસાડવાનો આગ્રહ રાખીએ. સોશ્યલ ડિસ્ટન્સ જાળવી જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્રને સહકાર આપવા તેમણે જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...