તંત્ર એક્શન મોડમાં:કોરોનાની ત્રીજી લહેરના મુકાબલ માટે તંત્ર એક્શન મોડમાં, પાલનપુર કલેક્ટર કચેરીએ તબીબોની બેઠક યોજાઇ

11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના સંક્રમણને અટકાવવા IMAના ડોક્ટરો સાથે વિસ્તૃત ચર્ચા કરાઇ

કોરોનાની ત્રીજી લહેરના મક્કમ મુકાબલા માટે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બની એક્શન મોડ આવ્યું છે. જિલ્લામાં કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા પાલનપુર કલેકટર કચેરી ખાતે કલેકટર અધ્યક્ષસ્થાને ખાનગી તબીબોની બેઠક યોજાઇ હતી. જેમાં કોરોના સંક્રમણને અટકાવવાના પગલાં તથા તેના સામના માટે આઇ.એમ.એ.ના ર્ડાક્ટરો સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં કલેકટરએ જણવ્યું હતું કે, કોરોનાની પહેલી અને બીજી લહેરમાં લોકોની જિંદગી બચાવવા માટે ર્ડાક્ટરો અને મેડીકલ ક્ષેત્રના તમામ લોકોએ ખુબ મહેનત કરી હતી. હવે જ્યારે કોરોનાની ત્રીજી લહેર આવી રહી છે. ત્યારે તેના પડકારને પહોંચી વળવા અત્યારથી તમામ તૈયારીઓ રાખવી જરૂરી છે.

બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ અને બીજા ડોઝમાં 90 ટકા જેટલું રસીકરણ થયું છે. 80 હજાર જેટલાં વિધાર્થીઓનું પણ રસીકરણ કરવામાં આવ્યું છે. આગામી તા. 10 પછી કોરોના વોરીયર્સને બુસ્ટર ડોઝ આપવાનું આયોજન છે. જેના લીધે હોસ્પીટાલાઇઝેશન થવાની સંભાવના ઓછી છે ત્યારે જે લોકો પોતાના ઘેર રહીને સારવાર મેળવવા ઇચ્છતા હોય તેમના માટે આઇ.એમ.એ. દ્વારા હોસ્પીટલોના નંબરો અને પેકેજની રકમ જાહેર કરવામાં આવે જેનાથી લોકો સરળતાથી સંપર્ક કરીને સારવાર મેળવી શકે તેમ તેમણે જણાવ્યું હતુ.

વધુ માં કલેક્ટરએ જણવ્યું હતું કે સમગ્ર દેશ અને રાજ્યમાં જે રીતે કોરોના સંક્રમણ ફેલાઇ રહ્યું છે તે જોતા આપણા જિલ્લામાં પણ કોરોનાના કેસોમાં વધારો થઇ શકે છે. તેને ધ્યાનમાં રાખી બીજી લહેર સમયે આપણી પાસે 2400 બેડની વ્યવસ્થા હતી તેની સામે અત્યારે 4180 જેટલાં બેડ તૈયાર કરવામાં આવ્યા છે.

પાલનપુર બનાસ મેડીકલ કોલેજ સંચાલિત હોસ્પીટલ અને તમામ સામૂહિક તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. કઇ હોસ્પીટલમાં કેટલાં બેડ ખાલી છે અને કેટલાં ભરેલા છે તેની વિગતો જાણવા માટે પોર્ટલ બનાવવામાં આવ્યું છે. જેના પરથી હોસ્પીટલોની માહિતી મેળવી શકાશે. જિલ્લામાં 19 જેટલાં ઓક્શિજનના પી.એસ.એ. પ્લા ન્ટ કાર્યરત કરી ઓક્શિજન સ્ટોરેજની કેપેસીટી વધારવામાં આવી છે. આર.ટી.પી.સી.આર અને એન્ટીજન ટેસ્ટ માટેની પણ પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...