તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કાણોદર નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો.પાલનપુર તાલુકાના કાણોદર નજીકથી પોલીસે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી લીધી હતી. આ અંગે દારૂ સહિત કુલ રૂપિયા 1.31 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ એક શખ્સની અટકાયત કરી હતી.પાલનપુર તાલુકા પીએસઆઇ જે. કે. જુંગી સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા. દરમિયાન કાણોદર નજીક પસાર થતી કાર નં. જીજે. 01.કેપી. 1148 ઉભી રખાવી તલાસી લેતાં અંદરથી રૂપિયા 25,130ની વિદેશી દારૂની બોટલ નંગ 40 મળી આવી હતી.
આ અંગે રૂપિયા 1,00,000નીકાર, રૂપિયા 6000નો મોબાઇલ મળી કુલ રૂપિયા 1,31,130નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. ચાલક અમદાવાદ આસ્ટોડીયાના નરેશકુમાર ગણપતલાલ મારૂ (પ્રજાપતિ) ની અટકાયત કરી હતી. જ્યારે રાજસ્થાનના જાલોર જિલ્લાના જસવંતપુરના ગોલાણાના જીતુસિંહ પરબતસિંહ દેવડા સામે ગૂનો નોંધી તેને ઝડપી ગુનો નોંધ્યો હતો.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.