કાર્યવાહી:દિયોદરમાં બનાવટી એક્રિડિટેશન કાર્ડ લઇને આવેલો શખ્સ ઝડપાયો

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા માહિતી કચેરીના કર્મચારીએ પોલીસ ફરિયાદ નોંધાવી

દિયોદરના સણાદર ગામે બનાસડેરીના પ્લાન્ટના ઉદ્દઘાટન અંગેની પ્રેસ કોન્ફરન્સમાં આવેલો એક શખ્સ માહિતીખાતાના બનાવટી એક્રિડિટેશન કાર્ડ સાથે ઝડપાયો હતો. આ અંગે જિલ્લા માહિતી કચેરીના સિનિયર સબ એડિટરે શખ્સ સામે દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દિયોદર તાલુકાના સણાદર ગામે બનાસડેરીના પ્લાન્ટનું ઉદ્દઘાટન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હોઇ તે અંગેની માહિતી આપવા માટે સણાદર ગામે પ્રેસ કોન્સફરન્સ રાખવામાં આવી હતી. જ્યાં પત્રકારોના ઓળખપત્રની ચકાસણી કરવામાં આવતી હતી. તે દરમિયાન દિયોદરનો દેવેન્દ્રભાઇ રસીકલાલ કોઠારીએ રાજ્ય સરકારના માહિતીખાતાનું બનાવટી એક્રિડિટેશન કાર્ડ રજૂ કર્યુ હતુ. જેને ઝડપી લેવામાં આવ્યો હતો.

જિલ્લા માહિતી કચેરીના સિનિયર સબ એડિટર રેસુંગભાઇ શંકરભાઇ ચૌહાણે શખ્સ સામે દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે દેવેન્દ્ર કોઠારી સામે ગૂનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...