તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:પાલનપુરમાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રોકડા રૂપિયા- મોબાઇલ મળી કુલ રૂપિયા 20,600નો મુદ્દામાલ કબ્જે લઇ આઇડી આપનારા શખ્સ સામે પણ ગૂનો નોંધાયો

પાલનપુર મહાજન હોસ્પિટલ નજીક આવેલા સિલ્વર આર્કેડમાંથી પોલીસે મોબાઇલ ઉપર ક્રિકેટ મેચના સટ્ટાનો ભાવ લેતાં પાલનપુર તાલુકાના કુશ્કલના એક શખ્સને ઝડપી લીધો હતો. જેના મોબાઇલ ફોનની ચકાસણી કરવામાં આવતાં સટ્ટો રમવાનું આઇડી આપનારા શખ્સનું નામ ખુલ્યું હતુ. પોલીસે બંને સામે ગૂનો નોંધી રોકડ રૂપિયા તેમજ મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 20,600નો મુદ્દામાલ કબ્જે લઇ વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુર પૂર્વ પોલીસ મથકની ટીમે સિલ્વર આર્કેડમાં ઓચિંતો છાપો મારી ગ્રાઉન્ડ ફલોરમાં મોબાઇલ ઉપર ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતાં પાલનપુર તાલુકાના કુશ્કલ ગામના નરસિંહભાઇ ઉર્ફે નરેશ કાંતિભાઇ ધુવેતિયા (ઠાકોર)ને ઝડપી લીધો હતો. જે માસ્ટર આઇડી દ્વારા અલગ અલગ ગ્રાહકોને આઇ ડી આપી હાલમાં ચાલતી તમીલનાડું પ્રિમીયર લીગ, ઓસ્ટ્રેલીયા -બાંગ્લાદેશ, ભારત- ઇગ્લેન્ડ વચ્ચે ચાલતી તેમજ અગાઉ પૂર્ણ થયેલી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડયો હતો.

જેની પુછતાછમાં સટ્ટા બેટીંગ માટેનું આઇ. ડી. કલ્પેશ જુડાલ (ચૌધરી)એ આપ્યું હોવાનું જણાવતાં પોલીસે બંને સામે ગૂનો નોંધી રૂપીયા 10,600 રોકડા તેમજ રૂપિયા 10,000નો મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 20,600નો મુદ્દામાલ કબ્જે લઇ આ સટ્ટામાં કોણ કોણ સંડોવાયેલા તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

નફાની વહેચણી 90 સામે 10 ટકા પ્રમાણે કરાતી
સટોડીયા નરેશ ઠાકોરના મોબાઇલમાં રહેલા આઇડીને પાસવર્ડથી ખોલવામાં આવતાં કલાયન્સ ઓપ્શનની નીચે અલગ અલગ કોડવર્ડમાં ગ્રાહકોના નામો લખેલા હતા. બલેન્સ અને પ્રોફિટ લોસમાં રૂપિયા 3,05,000 બેલેન્સ જ્યારે 43,986 પ્રાફીટ લોસ જણાયું હતુ. દરમિયાન ગ્રાહકોની હારજીત પેટે થયેલ નફામાં 90 ટકા હિસ્સો નરેશ ઠાકોર જ્યારે 10 ટકા હિસ્સો આઇડી આપનાર કલ્પેશ જુડાલનો હતો.

અન્ય સમાચારો પણ છે...