કાર્યવાહી:પાલનપુર ગુરૂનાનક ચોક નજીક કારમાં ચાઇનિઝ દોરી વેચતો શખ્સ ઝડપાયો

પાલનપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તરાયણના આગલા દિવસે પણ ચાઈનિઝ દોરીનું ધૂમ વેચાણ
  • પોલીસે કાર સહિત રૂ. 3.32 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો

પાલનપુરમાં ગુરૂનાનક ચોક વિસ્તારમાં કારમાં ચાઇનિઝ દોરીનું વેચાણ કરતાં એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. જેની પાસેથી કાર સહિત કુલ રૂપિયા 3.32 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ ફીરકી આપનારા વેપારી સામે પણ ગૂનો નોંધ્યો હતો.

પાલનપુર પૂર્વ પોલીસ ગુરૂનાનક ચોક નજીક મહારાષ્ટ્ર પાર્સિંગની કાર નં. એમ. એચ. 01. એએચ. 6033માંથી ચાઇનિઝ દોરીનું વેચાણ કરતાં કાણોદર જલાલપુરાવાસના કેફ અહમદહુસેન તાજવાલાને ઝડપી તેની પાસેથી રૂ. 3,00,000ની કાર, રૂ.30,000નો મોબાઇલ, રૂ.2000ની ચાઇનિઝ ફિરકી નંગ 10 મળી કુલ રૂ. 3,32,000નો મુદ્દામાલ કબ્જે લઈ દોરી ગઠામણ દરવાજા બ્રાહ્મણવાસમાં રહેતા વ્રજ શૈલેષભાઇ કેલાએ વેચાણથી આપી હોવાનું જણાવતાં પોલીસે બંને સામે ગૂનો નોંધ્યો હતો.

ઇડરમાં ચાઇનિઝ ફીરકી વેચતા બે સામે ગુનો
ઇડર:ઈડર પોલીસે ગોધમજીના સુરેશકુમાર ભીખાભાઈ વાઘેલાની સદગુરુ પતંગ ભંડાર નામના સ્ટોલમાં તપાસ કરતાં ચાઈનિઝ દોરીના 33 જેટલા રીલ જ્યારે ઇડર સત્યમ ચોકડી પાસે શાણેશ્વર પાનની બાજુમાં વિહતકૃપા પતંગ સ્ટોલમાં પોલીસને જગદીશભાઈ ડાહ્યાભાઈ વાઘેલાના પતંગ સ્ટોલમાંથી 1 ફિરકી ચાઇનીઝ દોરી જ મળી આવતાં કુલ 34 ચાઈનિઝ દોરી કબ્જે લઇ બંને વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...