તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:પાલનપુરમાંથી ચોરીના આઠ બાઈક સાથે વેડંચા ગામનો શખ્સ ઝડપાયો

પાલનપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 8 બાઇક રીકવર કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

એલસીબી પોલીસે શનિવારે પાલનપુર પોલીટેકનીક આગળથી પાલનપુર અને ડીસામાંથી ચોરેલા 8 બાઇક સાથે એક શખશને ઝડપી પાડ્યો હતો. પોલીસે 8 જેટલા બાઈક કિંમત 2.5 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો હતો.

એલસીબીની ટીમે શનિવારે પાલનપુર ટાઉન ખાતે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમીના આધારે પાલનપુર માલણ દરવાજા પોલીટેક્નિકલ આગળથી જીગરકુમાર કાંતિલાલ પટેલ (રહે.વેડંચા,) ચોરીના બાઈક સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે આ બાઇક ચોરની સઘન પુછપરછ કરતા તેણે પાલનપુર-ડીસાથી 8 જેટલા બાઇકોની ચોરી કરી હોબાનું કબૂલ્યું હતું. બાકીના સાત બાઈક લાલાજી ભુતાજી વાઘણીયા (રહે.રાણપુર,આથમણા વાસ,ડીસા) ખેતરમાં બનાવેલ રહેણાંક મકાનમા રાખેલ હતા. ત્યાંથી અન્ય સાત બાઈક રિકવર કરવામાં આવ્યા હતા. આમ એલસીબીએ કુલ 8 બાઈક કિંમત રૂ. 2,05,500નો મુદ્દામાલ રીકવર કરી શખસ વિરુદ્ધ ગૂનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

બાઇકના ચેચિસ નંબર
- MBLHAIIEE89J28674
- MDLHARO76J5FO8353
- MBLHA11ERC9A29338
- MBLHA10EWBHA17864
- MD2A11CZ8ECE59006
- MBLHA10AMEHJ13889
- MBLHA11EUD9HO4710
- HA10EJDHK56554

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો