તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:આઇ ડી બનાવી રેલવેની 17 ઇ- ટિકિટના કાળાબજાર કરતો રાજપુરનો શખ્સ ઝબ્બે

ભીલડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ વર્ષથી ચાલતાં ટિકિટના કારોબારનો આરપીએફની ટીમે પર્દાફાશ કર્યો

ડીસા તાલુકાના રાજપુરનો શખ્સ ગેરકાયદેસર રીતે પોતાનું અંગત આઇ. ડી. બનાવી તેના દ્વારા રેલવેની ઇ- ટિકીટના કાળા બજાર કરતો ઝડપાઇ ગયો હતો. છેલ્લા ત્રણ વર્ષથી ચાલતા આ રેકેટનો આર. પી. એફની ટીમે પર્દાફાશ કરી આ શખ્સની અટકાયત કરી પાલનપુર ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આરપીએફ પોલીસની ટીમે ડીસા રાજપુરના એક શખ્સને ઈ- ટિકિટના કાળા બજાર કરતાં ઝડપી લીધો હતો.

આ અંગે સૂત્રોએ જણાવ્યું હતુ કે, રાજપુર (ગવાડી) વિસ્તારમાં રહેતો સોહેલભાઈ મહંમદ હનીફ શેખ અખર ચાર રસ્તા પાસે જનસેવા કેન્દ્ર ચલાવે છે. જે આઇ. આર. સી. ટી. સી.નો એજન્ટ ન હોવા છતાં પોતાનું અંગત આઇ. ડી. બનાવી મુસાફરોને ઇ- ટિકિટ વેચતો હોવાની જાણ થતાં તપાસ હાથ ધરાઈ હતી. જેની ગરીબ નવાજ ટ્રાવેલ્સની ઓફિસના કમ્પ્યુટરમાંથી આવી 17 ઇ- ટિકિટ મળી આવી હતી. કમ્પ્યુટર, મોબાઇલ કબ્જે લઇ તપાસ હાથ ધરાઈ છે.

17 ઇ- ટિકિટના કાળાબજાર કર્યા
સોહેલભાઈ મહંમદ હનીફ શેખે અત્યાર સુધીમાં ગેરકાયદેસર રીતે 17 ઇ- ટિકિટના કાળા બજાર કર્યા છે. જેમાં 15 મુસાફરોએ તો આ ટિકિટ લઇ મુસાફરી પણ કરી છે. જ્યારે ટિકિટ ઉપર હજુ મુસાફરી થઇ નથી. સોહેલ પોતાના અંગત આઇ. ડી.થી ઇ- ટિકિટ મુસાફરોને રૂપિયા 100 થી 150 વધારે લઇ મુસાફરોને આપતો હતો.

અન્ય સમાચારો પણ છે...