તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:પાલનપુરમાંથી ચોરીના 11 બાઈક સાથે પેપોળ ગામનો શખ્સ ઝબ્બે

પાલનપુર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાલનપુરમાંથી 10 અને વડગામમાંથી 1 બાઇક ચોર્યું હતુ

પાલનપુરમાંથી ચોરીના 11 બાઈક સાથે પેપોળ ગામના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. પાલનપુર તેમજ વડગામના અલગ-અલગ વિસ્તારમાંથી 11 મોટરસાયકલ ચોરીના બનાવની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનના પીએસઆઇ પોલીસ સ્ટાફ સાથે બાતમીના આધારે સોમવારે પાલનપુર માધુપુરા રોડથી પાલનપુર આઈટીઆઈ રોડ ઉપર કંકાવટી સોસાયટી પાસે વોચમાં હતા. દરમિયાન વડગામ અર્બુદાનગરમાંથી ચોરાયેલ બાઇક સાથે મહેશભાઈ વિરસંગભાઈ કેશરભાઇ ચૌધરી (રહે.પેપોળ,તા.વડગામ)ને પકડી પાડી વધુ પુછપરછ કરતા પાલનપુર શહેરના જુદાજુદા વિસ્તારમાંથી ચોરેલ 10 બાઇકની કબૂલાત કરતાં પોલીસે 10 બાઇકો જપ્ત કરી મહેશ ચૌધરી વિરુદ્ધ ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ક્યાં ક્યાંથી બાઈકની ચોરી કરી
1. જીજે-08-એજી-3649 નંબરનું બાઇક પાલનપુર સીવીલ હોસ્પિટલમાંથી
2. જીજે-08-એએસ-3722 નંબરનું બાઇક પાલનપુર-ગઠામણ દરવાજા સમર્પણ આંખની હોસ્પિટલ પાર્કિંગમાંથી
3. જીજે-01-એલઈ-7588 નંબરનું બાઇક ગલબાકાકાની પ્રતિમા પાસેથી
4. જીજે-08-એમ-6006 નંબરનું બાઇક પાલનપુર સિટીલાઈટ શોપિંગમાંથી
5.જીજે-27-ક્યૂ-7717 નંબરનું બાઇક સીટીલાઈટ શોપિંગની ગલીમાંથી
6. જીજે-08-બીડી-9013 નંબરનું કીર્તિસ્તંભ ખાનગી હોસ્પિટલ આગળથી
7. જીજે-08-એસી-8227 નંબરનું બાઇક કોઝી શોપિંગ સેન્ટર આગળથી
8. જીજે-08-એકે-4341 નંબરનું બાઇક ડોકટર હાઉસના કમ્પાઉન્ડમાંથી
9. જીજે-08-બીજી-3187 નંબરનું બાઇક વડગામ અર્બુદાનગરથી
10. જીજે-01-ML -6475 નંબરનું બાઇક સીટીલાઈટ પંચરત્ન પાર્કિંગમાંથી
11. કીર્તિસ્તંભ ગોપી ડાઇનીંગ હોલની નીચેથી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો