અકસ્માત:મેમદપુર નજીક અકસ્માતમાં ઘાયલ વ્યક્તિનું મોત નીપજ્યું

પાલનપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સપ્તાહ અગાઉ એસ. ટી. બસની ટક્કર વાગી હતી

પાલનપુરથી સપ્તાહ અગાઉ એકટિવા ઉપર વડગામ તાલુકાના મેમદપુર જઇ રહેલા દંપતીને મેમદપુર ત્રણ રસ્તા નજીક બસ ચાલકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પત્નીનું મોત નિપજ્યું હતુ. જ્યારે તેમના પતિનું બુધવારે પાલનપુરમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ.

પાલનપુર બ્રિજેશ્વર કોલોનીમાં રહેતા હસમુખભાઇ મિયાંચંદભાઇ ચૌહાણ (ઉ.વ.50) અને તેમની પત્ની ચંપાબેન ચૌહાણ સપ્તાહ અગાઉ એકટિવા નં. જીજે. 08. બી. આર. 8531 ઉપર પાલનપુર થી મેમદપુર આવી રહ્યા હતા. તે સમયે વડગામથી પાંચડા જવાના માર્ગ ઉપર આવેલા મેમદપુર ગામ પાસેના ત્રણ રસ્તા પાસે મેમદપુર ગામ તરફથી આવી રહેલી એસ.ટી.બસ નં. જીજે. 18. ઝેડ. 3654ના ચાલકે એકટિવાને ટક્કર મારી હતી. જેમાં ચંપાબેન ચૌહાણનું મોત નિપજ્યું હતું. અ જયારે હસમુખભાઇ ચૌહાણને ગંભીર ઇજાઓ થતાં પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન બુધવારે તેમનું મોત નિપજ્યું હતુ.પત્નીના મોત બાદ પતિનું પણ મોત નીપજતાં અરેરાટી પ્રસરી હતી.

અન્ય સમાચારો પણ છે...