મધરાતે ફરી ધરા ધ્રુજી:બનાસકાંઠા જિલ્લામાં મધ્યરાત્રીએ 3.1 રીક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

પાલનપુર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુરથી 59 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ

બનાસકાંઠા જિલ્લાના કેટલાંક વિસ્તારોમાં બુધવારે મધ્યરાત્રીએ ભૂકંપના આંચકાનો અનુભવ થયો હોવાની ઘટના બની હતી. પાલનપુરથી 59 કિલોમીટર રાજસ્થાન તરફ ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોવાથી બનાસકાંઠા જિલ્લામાં 3.1 રીક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં રાત્રે ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. પાલનપુરથી 59 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાથી 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતાં તેની અસર બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં પણ જોવા મળી હતી. જો કે બનાસકાંઠા જિલ્લાના આજુબાજુના વિસ્તારોમાં ભૂકંપની તીવ્રતાનો અનુભવ સામાન્ય થયો હોવાથી લોકોને અસર થઈ ન હતી. નોંધનીય છે કે ભૂકંપના કારણે કોઈ જગ્યાએ નુકસાન થયું નહોતું.

અન્ય સમાચારો પણ છે...