તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરીજનોની ભીડ:કોરોનાના કહેર વચ્ચે પાલનપુરમાં દિવાળીની ખરીદી કરવા છેલ્લી ઘડીએ શહેરીજનોની ભીડ

પાલનપુર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
દિવાળીની ખરીદી માટે લોકોની ખરીદી માટે ભીડ રહી હતી. - Divya Bhaskar
દિવાળીની ખરીદી માટે લોકોની ખરીદી માટે ભીડ રહી હતી.
 • બારડપુરા, દિલ્હીગેટથી સીમલાગેટ,સીમલાગેટથી સંજયચોક સહિત વિસ્તારોમાં ખરીદી માટે લોકો ઊમટ્યા

કોરોનાના કહેર વચ્ચે પણ દિવાળીની ખરીદી માટે લોકોની ખરીદી માટે ભીડ રહી હતી.છેલ્લી ઘડીએ ખરીદી માટે લોકો ઊમટી પડતાં હૈયે હેયું દળાય તેવી ભીડ જોવા મળી હતી.ઘરાકી પણ સારી રહેતાં વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.દિવાળીના તહેવારને લઇ પાલનપુરની બજારોમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ઉપરાંત કપડાં, ચપ્પલ, ફટાકડા સહિતની વસ્તુઓ ખરીદી કરવા શહેરીજનો ઉમટી પડ્યા છે. આ વખતે વેપારીઓએ ગ્રાહકોને આકર્ષવા જુદી જુદી સ્કીમ બજારમાં મૂકી હોવાથી લોકોએ તેનો ભરપૂર લાભ ઉઠાવ્યો છે.

શહેરના જાહેર માર્ગો પર અનઅધિકૃત વાહનો ન ખડકાઈ તે માટે પોલીસની ચાર જીપો સતત મુખ્ય માર્ગો પર ખડે પગે રહે છે. દીપોત્સવી પર્વની ખરીદીમાં શહેરીજનોને જાણેકે ઉત્સાહ દર્શાવ્યો હોય એમ ઉમટી રહ્યા છે. શેરમાં સહુથી વધુ ભીડ બારડપુરા, દિલ્હીગેટથી સીમલાગેટ, રેલ્વે સ્ટેશન રોડ, સીમલાગેટથી સંજયચોક, સીટીલાઇટ રોડ, ગુરૂનાનક ચોક વિસ્તારમાં જોવા મળી હતી. આ વિસ્તારોમાં લોકો ખરીદી કરવા મોટી સંખ્યામાં ઉમટતાં હૈયેહૈયું દળાય તેવી ભીડ જોવા મળી હતી. હાલમાં ખરીદી કરવા આવતા લોકોની વધતી ભીડને લઈ કોરોના વાયરસના કેસો ફરી વધી રહ્યા છે. જેથી દિવ્યભાસ્કર સહુને અપીલ કરે છે સાચવીને ખરીદી કરજો. અને ઘરે જઈ હાથમોઢુ ધોઇને જ અંદર પ્રવેશ કરજો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો