ભક્તોનું ઘોડાપુર:શક્તિપીઠ અંબાજીમાં આજે ચૈત્રી પૂનમને લઈને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંબાજી મંદિરમાં વિશેષ પૂજા અને આરતીનું આયોજન કરાયું

શક્તિપીઠ અંબાજીમાં આજે ચૈત્રી પૂનમને લઈને શ્રદ્ધાળુઓનું મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. ગુજરાત, રાજસ્થાન સહીતના રાજ્યોમાથી શ્રદ્ધાળુઓ આવીને મા અંબાના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. અનેક પગપાળા યાત્રાળુઓએ પણ શ્રદ્ધાથી આવી અને માના ચરણોમાં શિશ નમાવ્યું હતું.

ચૈત્રી પૂનમને લઈને શક્તિપીઠ અંબાજી મા અંબાના દર્શનાર્થે ગુજરાતભરમાંથી આવેલા શ્રદ્ધાળુઓનું મોટી સંખ્યામા પહોંચ્યા હતા. અંબાજી પહોંચેલા શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા. ચૈત્રી પૂનમને લઈને અંબાજી મંદિરમાં વિશેષ પૂજા અને વિશેષ આરતીનું પણ આયોજન કરાયું હતું.

કોરોના કાળ બાદ આટલી મોટી સંખ્યામાં મા અંબાની પૂનમના દર્શન કર્યા હતા. કોરોના દરમિયાન શ્રદ્ધાળુઓ ચૈત્રી પુનમના દર્શનને લઈને વંચિત હતા, પરંતુ મા અંબાની કૃપાથી કોરોનાનો પ્રકોપ ઓછો થતાં શ્રદ્ધાળુઓનું મોટી સંખ્યામાં ઉમટયા હતા.

અંબાજી મંદિરના વિશેષ પૂજા અને આરતી સાથે સાથે ગુજરાતભરમાંથી આવતા શ્રદ્ધાળુઓ અને પગપાળા યાત્રિકોની દર્શન અને સલામતી માટેની વ્યવસ્થા પણ કરાઇ હતી. શ્રદ્ધાળુઓ એ આજે મા અંબાના ચરણોમાં શીશ નમાવીને આશીર્વાદ મેળવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...