તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગ અકસ્માત:ગોલવા નજીક ઘાસ ભરેલું જીપડાલુ આગમાં લપેટાયું, ડ્રાઇવર સહિત 2 નો આબાદ બચાવ

પાલનપુર25 દિવસ પહેલા
 • કૉપી લિંક
ઘાસ ભરેલા ડાલામાં આગ લાગતાં દોડધામ મચી હતી. - Divya Bhaskar
ઘાસ ભરેલા ડાલામાં આગ લાગતાં દોડધામ મચી હતી.

દિયોદર તાલુકાના ગોલવા નજીક ઘાસ ભરેલા જીપડાલામાં આગ લાગતાં દોડધામ મચી હતી.જોકે બે ડ્રાઈવર સહિત બે વ્યકિતનો આબાદ બચાવ થયો હતો. દિયોદર તાલુકાના ગોલવા ગામ પાસે મંગળવારે સાંજના સમયે પિકઅપ ડાલા નંબર જીજે-1-બીટી-3141 ના ચાલક ખેમાભાઈ અજાભાઈ રાવળ (રહે.ગોલવી, તા.દિયોદર) પોતાના જીપડાલામાં ઘાસના પુળા ભરી આવતા હતા.

તે દરમિયાન ગોલવા ગામ પાસે ખેતરના રસ્તા પર મંગળવારે સાંજના સમયે જીપડાલામાં આકસ્મિક શોર્ટસર્કિટ થતાં ઘાસના પુળા બળીને ખાખ થઇ ગયા હતા અને જીપડાલું આગમાં લપેટાતા ભારે નુકસાન થવા પામ્યું હતું. આગ લાગતાની સાથે આસપાસના લોકો દોડી આવી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. ત્યારે થોડાક સમય માટે અફરાતફરી મચી હતી. સદનસીબે ડાલાના ચાલક અને કંડકટરને કોઈ જાનહાની થવા પામી ન હતી. ડાલાની આગ કાબુમાં આવતા આસપાસના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો