તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરઘસ માટે મનાઇ:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વિસ્તારમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓની મંડળીને સભા ભરવા કે સરઘસ માટે મનાઇ ફરમાવાઇ

પાલનપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજય ચૂંટણી આયોગ દ્વારા પાલનપુર, ડીસા, ભાભર નગરપાલિકા, થરા નગરપાલિકાની વોર્ડ નં.1 (બીજી, ત્રીજી) અને ધાનેરા નગરપાલિકાની વોર્ડ નં.3(બીજી), કાંકરેજ તાલુકા પંચાયતની 14-માંડલા, દાંતીવાડા તાલુકા પંચાયતની 9-મોટીમહુડીની ચૂંટણી તા.23-01-2021ના રોજ જાહેરાત થયેલ છે. તે મુજબ બનાસકાંઠા જિલ્લાામાં સદરહું ચૂંટણી માટે મતદાન તા.28-02-2021 ના રોજ યોજાનાર છે અને મતગણતરી તા.02-03-2021 ના રોજ હાથ ધરાનાર છે. તેમજ આ ચૂંટણીની તમામ પ્રક્રિયા તા.05-03-2021ના રોજ પુરી થનાર છે.

આનંદ પટેલ (આઇ.એ.એસ.) જિલ્લા મેજીસ્ટ્રેટ, બનાસકાંઠા, પાલનપુરને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973ની કલમ-144થી મળેલ સત્તાની રૂએ ચૂંટણી હેઠળના પાલનપુર, ડીસા, ભાભર, ધાનેરા અને થરા નગરપાલિકા વિસ્તાર તેમજ કાંકરેજ, દાંતીવાડા તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ, સમગ્ર મતવિસ્તારમાં તા.28/01/2021થી તા.02/03/2021 સુધી (બન્ને દિવસો સહિત) ચાર કે તેથી વધુ વ્યક્તિઓની કોઇ મંડળીને સભા ભરવા કે બોલાવવા તેમજ સરઘસ માટે મનાઇ ફરમાવાઇ છે. આ હુકમ (1) સરકારી નોકરીમાં તથા રોજગારમાં હોય તે વ્યક્તિઓ (2) ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યક્તિઓ (3) કોઇ લગ્નના વરઘોડાને (4) કોઇપણ સ્મશાન યાત્રાને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ અથવા ઉલ્લઘંન કરવા બદલ ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ શિક્ષાને પાત્ર થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો