આયોજન:અંબાજીમાં બનાસકાંઠા જિલ્લા સહકારી સંઘની સાધારણ સભા યોજાઇ

પાલનપુર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંઘને 71 વર્ષ થતાં દરેક તાલુકામાં સેવાકીય પ્રવૃત્તિના કામ કરાશે

બનાસકાંઠા જિલ્લા સહકારી સંઘની 71 મી સાધારણ સભા અંબાજી ખાતે જિલ્લા સહકારી સંઘના ચેરમેન બનાસ ડેરી અને બનાસ બેંક ના ડાયરેક્ટર અને થરા માર્કેટ યાર્ડના ચેરમેન અણદાભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. અંબાજીમાં યોજાયેલી જિલ્લા સહકારી સંઘની સાધારણ સભામાં જિલ્લા સહકારી સંઘના એક્ઝિક્યુટિવ ઑફિસર રમેશભાઈ એમ પટેલે એજન્ડા મુજબ કાર્યવાહી કરી હતી.પૂર્વ ગુજરાત સરકાર ના સહકાર મંત્રી સી.ડી પટેલે જણાવ્યું હતું કે બનાસકાંઠામાં સહકાર અગ્રેસર રહેવાનું કારણ સભાસદો ની જાગૃતતા દેખાય છે.અણદાભાઇ પટેલ દ્વારા કોઈપણ પ્રકારનું ભથું લેવામાં આવતું નથી અને ગાડીનો ખર્ચ પણ સંઘમાં પડતો નથી.

સંઘના ચેરમેન અણદાભાઇ પટેલે જણાવ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને 71 વર્ષ થયા છે. સંઘને પણ 71 વર્ષ થયા છે. જે નિમિત્તે દરેક તાલુકામાં સેવાકીય પ્રવૃત્તિ થાય એવું જિલ્લા સહકારી સંઘ કામ કરશે. આ પ્રસંગે રાષ્ટ્રીય કિસાન મોરચો સદસ્ય ફલજીભાઈ ચૌધરી, એપીએમસી, વડગામ ચેરમેન કેસરભાઈ ચૌધરી, દિયોદર એપીએમસી ચેરમેન ઈશ્વરભાઈ તરક, પાલનપુર apmc ચેરમેન ફતાભાઈ ચૌધરી, પ્રગતિ બેંક ચેરમેન ચીનુભાઈ શાહ, જિલ્લા સહકારી સંઘના વાઇસ ચેરમેન નાગજીભાઈ ચૌધરી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...