તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:જિલ્લામાં વધુ 59 સંક્રમિત, કોરોનાના સૌથી વધુ ડીસામાં 21 કેસ નોંધાયા

પાલનપુર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ડીસા 21,પાલનપુર 14, વાવ, 6 ભાભર- થરાદ- ધાનેરા - વડગામ અને દાંતામાં 3-3,કાંકરેજમાં 2 દિયોદરમાં 1

કોરોનાની રફતાર જારી છે જિલ્લામાં વધુ 59 સંક્રમિત થયા છે. જેમાં સૌથી વધુ ડીસા 21, પાલનપુર 14, વાવ 6 , જ્યારે ભાભર થરાદ ધાનેરા વડગામ અને દાંતામાં 3-3 કેસ નોંધાયા છે. ઉપરાંત કાંકરેજમાં 2 અને દિયોદરમાં 1 કેસ નોંધાયો છે .

જિલ્લા આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાઓમાં એન્ટીજન રેપિડ દ્વારા 1128 સેમ્પલ લેવામાં આવ્યા હતા જે પૈકી 11 પોઝિટિવ આવ્યા છે. જ્યારે ડીસાની ગાંધી લિંકન હોસ્પિટલ માં 148 આરટી પીસીઆર સેમ્પલ પૈકી 24 પોઝિટિવ છે જ્યારે પાલનપુરની બનાસકોવિડ હોસ્પિટલના 183 સેમ્પલ પૈકી 20 પોઝિટિવ આવ્યા છે.

જ્યારે પાલનપુરની પ્રાઇવેટ લેબોરેટરીમાંથી લેવાયેલા 10 સેમ્પલ પૈકી 4 પોઝિટિવ આવ્યા છે. જિલ્લાના 1469 સેમ્પલ પૈકી 59 દર્દીઓના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે.જિલ્લામાં વધી રહેલા કેસોને લઈ આરોગ્ય વિભાગની ઊંઘ હરામ થઈ ગઈ છે.

34 દિવસમાં પીએસઆઇ, એએસઆઇ, હેડ કોન્સ્ટેબલ, ડ્રાઇવર સહિત 31 સંક્રમિત
બનાસકાંઠા પોલીસના 34 દિવસમાં પીએસઆઇ, એએસઆઇ, હેડ કોન્સ્ટેબલ, ડ્રાઇવર સહિત 31 પોલીસ કર્મીઓ સંકર્મીત થયા છે. જેમાં છ મહિલા પોલીસ કર્મીઓનો પણ સમાવેશ થાય છે. જિલ્લા પોલીસના સુત્રોએ આપેલી વિગતો મુજબ 9 નવેમ્બર થી 4 ડિસેમ્બર દરમિયાન ડીસા રૂરલના 5, પાલનપુર તાલુકા પોલીસ મથકના 3, પાલનપુર એલઆઈબી શાખાના 2, જિલ્લા ટ્રાફિક શાખાના 2, પાલનપુર પૂર્વ પોલીસ મથકના ૩, સહિત ડોગ હેન્ડલર, શિહોરી થરાદ થરા ભાભર આગથળા પોલીસ મથકોના તેમજ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા કર્મીઓ સંક્રમિત થયા છે.

જિલ્લામાં માસ્ક વગર ફરતા ‌‌‌74,061 લોકો પાસેથી રૂ.3.37 કરોડ દંડ વસુલાયો
જાહેર સ્થળોએ મસ્ત ન પહેરતા લોકો સામે જિલ્લાભરની પોલીસ દ્વારા રોજ રોજ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં 14 તાલુકાના 30 પોલીસ મથકો દ્વારા 74,061 લોકો પાસેથી 3.37 કરોડ દંડ વસૂલવામાં આવ્યો છે. મહત્વના પોલીસ મથક પ્રમાણે વિગતો જોઈએ તો સૌથી વધુ થરાદ પોલીસ દ્વારા 19.80 લાખ, અંબાજી 18.34 લાખ, ડીસા ઉત્તર પોલીસ 17.40 લાખ, પાલનપુર તાલુકા 16.31લાખ પાલનપુર શહેર પૂર્વ 15.63 લાખ, ડીસા દક્ષિણ 15.33લાખ નો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો