તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:જિલ્લામાં વધુ 143 પોઝિટિવ, 2ના મોત,220 દર્દી સાજા થયા

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
દાંતીવાડા કોવિડ સેન્ટરમાંથી પ્રથમ ત્રણ દર્દીઓ સારવાર લઈ સ્વસ્થ થતા તેમને રજા અપાઈ હતી.તેમણે તબીબોનો આભાર માન્યો હતો. - Divya Bhaskar
દાંતીવાડા કોવિડ સેન્ટરમાંથી પ્રથમ ત્રણ દર્દીઓ સારવાર લઈ સ્વસ્થ થતા તેમને રજા અપાઈ હતી.તેમણે તબીબોનો આભાર માન્યો હતો.
  • પાલનપુરમાં 56, ડીસા 43, દાંતા 11, દાંતીવાડા 6, વડગામ 6, ભાભર 4, થરાદ 4, વાવ 4, દિયોદર 3,લાખણી 3,અમીરગઢ1,ધાનેરા1,સુઈગામ 1

જિલ્લામાં રવિવારે વધુ 143 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા.જયારે જિલ્લામાં 2 દર્દીઓના મોત થયા હતા. તેમજ જિલ્લાની જુદી જુદી હોસ્પિટલમાંથી 220 દર્દીઓ સાજા થતાં રજા અપાઈ હતી.જ્યારે 4664 લોકોને રસી આપવામાં આવી હતી.જિલ્લામાં પાલનપુર હોટસ્પોટ છે.અહીં સૌથી વધુ પાલનપુરમાં 56 કેસ નોંધાયા છે.

જ્યાં પાલનપુર 56, ડીસા 43, દાંતા 11, દાંતીવાડા 6, વડગામ 6, ભાભર 4, થરાદ 4, વાવ 4, દિયોદર 3, લાખણી 3, અમીરગઢ 1, ધાનેરા 1,સુઈગામ 1 કેસ પોઝિટિવ નોંધોયો હતો.જિલ્લા આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે,જિલ્લામાં વેક્સિનેશન કામગીરીમાં જિલ્લો પ્રથમ ક્રમે છે.અહીં રવિવારે 4664લોકોને રસી આપવામાં આવી હતી.

ઉત્તર ગુજરાતમાં રવિવારે કોરોનાના 864 કેસ નોંધાયા હતા. સામે કોરોનાથી 34નાં મોત થયાં હતાં.

મહેસાણા: મહેસાણા જિલ્લામાં રવિવારે 498 કેસ નોંધાયા હતા. મહેસાણાના વૈકુઠધામમાં 14 અને વિસનગરના સાર્વજનિક સ્મશાન ગૃહના 11 મળી કુલ 25 મોત નોંધાયા હતા.

પાલનપુર:બનાસકાંઠામાં 143 કેસ નોંધાયા હતા. જયારે 2 દર્દીઓના મોત થયા હતા.જ્યારે પાટણમાં 92 કેસ નોંધાયા છે.

હિંમતનગર: સાબરકાંઠામાં રવિવારે 85 કેસ નોંધાયા હતા.

મોડાસા: અરવલ્લી જિલ્લામાં 46 કેસ નોંધાયા હતા જ્યારે 7 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...