સોશિયલ મીડિયાથી સાવધાન:ઇન્સ્ટાગ્રામમાં બનેલા મિત્રએ પાલનપુરના કિશોરને છોકરીનું સેટીંગ કરવા કહ્યુ, ના પાડી તો ગામમાં આવી માર માર્યો

પાલનપુર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • પાલનપુરના મડાણા (ગઢ)ના ગૃહસ્થે બે સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

પાલનપુર તાલુકાના મડાણા (ગઢ)ના કિશોરને ઇન્સ્ટાગ્રામ ઉપર પટોસણના એક શખ્સ સાથે ચેટીંગ દરમિયાન મિત્રતા થઇ હતી.જોકે, આ શખ્સે કિશોરને છોકરીનું સેટીંગ કરી આપવાનું કહ્યુ હતુ. જેની ના પાડતાં શનિવારે સાંજે ગામમાં આવેલા શખ્સે કિશોરને ઢીબી નાંખ્યો હતો. તેમજ તારે છોકરીનું સેટીંગ તો કરાવવું જ પડશે નહિતર જાનથી મારી નાંખીશ અથવા મારૂ નામ લખી તારે મરવું હોય તો મરી જા એવી ધમકી પણ આપી હતી. આ અંગે કિશોરના પિતાએ ગઢ પોલીસ મથકે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ચેટિંગમાં મિત્રો બન્યાં હતા
પાલનપુર તાલુકાના મડાણા (ગઢ) ગામના જયંતિભાઇ ઉજાભાઇ મેણાત (પટેલ)નો પુત્ર હર્ષ (ઉ.વ. 16) ખાગની કલાસીસ કરી રહ્યો છે. જેને બે માસ અગાઉ ઇન્સ્ટાગ્રામ એપ્લીકેશન ધરાહુલ એકાઉન્ટ ધરાવતાં પાલનપુર તાલુકાના પટોસણ ગામના રાહુલભાઇ શામળભાઇ કાથરોટીયા સાથે મિત્રતા થઇ હતી. જેઓ ચેટીંગ કરતા હતા. જેમાં રાહુલે મેસેજ કરી કહ્યુ હતુ કે, તુ છોકરી છે. જેના જવાબમાં હર્ષેે જણાવેલ કે હું છોકરી નથી.

જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
તો સામે રાહુલે કહેલ કે, તુ મને કોઇ છોકરી સાથે સેટીંગ કરી આપ જેની હર્ષે ના પાડી હતી. આથી રાહુલ કાથરોટીયા અન્ય શખ્સ સાથે શનિવારે સાંજે મડાણા ગામે આવ્યો હતો અને હર્ષને ગડદાપાટુનો મારમાર્યો હતો.અને માફી મંગાવી હતી. જે પછી સાંજે ફરી ફોન કરી તારે છોકરીનું સેટીંગ તો કરાવવું જ પડશે નહિતર જાનથી મારી નાંખીશ અથવા મારૂ નામ લખી તારે મરવું હોય તો મરી જા એવી ધમકી આપી હતી. આ અંગે જયંતીભાઇ પટેલે બંને શખ્સો સામે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ગૂનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...