તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • A Fire Broke Out In A Tractor Trolley Laden With Grass On Tharad Dhanera Highway, A Team Of Firefighters Managed To Contain The Blaze

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગ:થરાદ ધાનેરા હાઈવે પર ઘાસ ભરેલી ટ્રેકટરની ટ્રોલીમાં અચાનક આગ લાગી, ફાયર ફાઇટરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો

પાલનપુરએક મહિનો પહેલા
 • આગને કારણે ખેડૂતને મોટુ નુકસાન થયુ છે
 • સ્થાનિક લોકોએ પણ આગ પર પાણીનો મારો ચલાવો હતો

બનાસકાંઠા જિલ્લાના વડગામડા નજીક રોડ પર દોલતપુરાથી ઘાસચારો ભરીને જઈ રહેલા ટ્રેક્ટર ટ્રોલીમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. હાઈવે પર ઘાસ ભરેલી ટ્રોલીમાં અચાનક આગ લાગતા હાઇવે પર આજુબાજુ લોકો અને ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

પાણીના મારા બાદ આગ પર કાબુ મેળવ્યો
પાણીના મારા બાદ આગ પર કાબુ મેળવ્યો

થરાદ ધાનેરા રોડ પર ટ્રેક્ટરની ટ્રોલીમાં આગ લાગી હોવાની ઘટના બની છે. જેમાં આજે દોલતપુરાથી ઘાસચારો ભરીને એક ટ્રેક્ટર જઈ રહ્યું હતું. તે દરમિયાન રસ્તામાં વડગામડા નજીક ઘાસ ચારો ભરેલી ટ્રોલીમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. બનાવને પગલે આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા. અને સ્થાનિક લોકો દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. થોડીક ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતા થરાદ ફરાય બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ આગે ટેક્ટર ટોલીમાં પડેલ ઘાસ બળીને ખાખ થઇ ગયું હતું. આગને કારણે ખેડૂતને મોટું નુકસાન પહોંચ્યું હતું

ખેડૂતોને મોટાપાયે નુકસાન
ખેડૂતોને મોટાપાયે નુકસાન
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો