તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:કાણોદર ગામમાં ગેસની પાઈપ લાઈનમાં આગ લાગતાં 3 દાઝ્યાં

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસોડામાં ગેસ ચાલુ કરવા જતાં પાઈપ લાઈનમાં અચાનક આગ લાગી
  • દિકરીના લગ્ન માટે રાખેલી રોકડ સહિત ઘરનો સામાન બળીને ખાખ થયો

પાલનપુર કાણોદરમાં પાનનો ગલ્લો ચલાવતા રહીમશા મોહમદશા બાનવા રવિવારે પોતાના દીકરાની સગાઈનો પ્રસંગ પતાવી રાત્રે સુઈ ગયા હતા. સવારે 6 વાગે દૂધ આવ્યા બાદ રહીમશાના પત્ની ગેસ ચાલુ કરવા જતાં જ ઘરમાં બ્લાસ્ટ થયો હતો, ધડાકો એટલો જોરદાર હતો કે ઘરની અંદરનું પીઓપી, એસી સહિતની ચીજવસ્તુઓ જમીન પર પટકાઈ હતી.

આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને આગને કાબુમાં લેવા તેમજ આગમાં સપડાયેલા મોહમદ બાનવા, બદરૂબેન રહીમશા બાનવા અને શિરાજશા રહીમશા બાનવાને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રવિવારે રહીમશાના મોટા દીકરા સાહિલની સગાઈનો પ્રસંગ હતો અને 2 મહિના પછી તેના લગ્ન લેવાના છે જેના માટે પરિવારજનોએ કોઈક રીતે લગ્નની ખરીદી માટે નાણાં ભેગા કરીને રાખ્યા હતા જે આ આગમા બળી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...