અકસ્માતમાં આગ:અમીરગઢના લક્ષ્મીપુરા ગામ નજીક બે ટ્રકો વચ્ચે અકસ્માત થતાં આગ લાગી, એક ટ્રક બળીને ખાખ

પાલનપુર17 દિવસ પહેલા
  • ફાયર ફાઈટર બે કલાક લેટ આવતા એક ટ્રક બળીને ખાખ, ટ્રક માલિકને મોટું નુકસાન
  • બંને ટ્રકોના ડ્રાઇવરોના આબાદ બચાવ

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના લક્ષ્મીપુરા ગામ નજીક નેશનલ હાઇવે પર બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બન્ને ટ્રાકોમાં આગ લાગી હતી, જેમાં એક ટ્રક બળીને ખાખ થઇ ગઇ હતી. જ્યારે બંને ટ્રકોના ડ્રાઇવરોના આબાદ બચાવ થયાં છે.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. અમીરગઢ તાલુકાના લક્ષ્મીપુરા ગામ નજીક નેશનલ હાઈવે પર રાજસ્થાન તરફથી આવતા બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બંને ટ્રકોમાં અકસ્માત બાદ અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતાં સ્થાનિક લોકોના ટોળા એકઠા થયા હતા અને લોકોએ પાણીનો મારો ચલાવી ટ્રકોમાં લાગેલી આગને કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. જોકે, આગે થોડીક ક્ષણોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા એક ટ્રક સંપૂર્ણ બળીને ખાખ થઇ ગયું હતું.

લક્ષ્મીપુરા ગામ નજીક નેસનલ હાઇવે પર બે ટ્રક વચ્ચે અકસ્માતમાં ઘટનાની જાણ અમીરગઢ પોલીસ તેમજ એલ.એન્ડ.ટી વિભાગને થતા પોલીસ તેમજ એલ.એન્ડ.ટી વિભાગ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણ કરાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. જ્યારે ફાયર ફાઇટરને લેટ થતાં એક ટ્રક બળીને ખાખ થઇ ગઇ હતી. જોકે, એક ટ્રક પર પાણીનો મારો ચલાવીને ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો. અકસ્માતમાં બંને ટ્રકનાં ચાલકોનો આબાદ બચાવ થયો હતો. જ્યારે એક વ્યક્તિ ઘાયલ થતા નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, બે સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગને સત્વરે આગની જાણકારી આપી હતી, પરંતુ ફાયર વિભાગના કર્મચારીઓ બે કલાક લેટ આવતા એક ટ્રક સંપૂર્ણ બળીને ખાખ થઇ ગયું હતું ફાયર વિભાગની બે દરકારીના લીધે ટ્રક માલિકોને મોટું નુકસાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...