તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કારમાં આગ:પાલનપુર ભુરીયા માર્ગ વચ્ચે આગ લાગતા કાર બળીને ખાખ, આગ લાગતા અફરાતફરી મચી

પાલનપુર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર ચાલકે આગ લાગતા જ રોડની બાજુમાં લઈ ગાડીમાંથી ઉતરી ફાયર વિભાગને જાણકારી

ગરમીના દિવસોમાં આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે ક્યારેક શોર્ટસર્કિટ તો ક્યારેક વધારે ગરમીના કારણે પણ આગ લાગતી હોય છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના જસપુરીયા પાલનપુર રોડ વચ્ચે એક કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમા જસપુરીયા પાલનપુર વચ્ચે એક ગાડીમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી હતી. જોકે ગાડી ચાલકે સમય સુચકતા વાપરી કાર રોડની સાઈડમાં કરી કારમાંથી ઉતરી ફાયર ફાયર વિભાગને જાણો કરી હતી.

બનાસકાંઠા જિલ્લાના જસપુરીયા પાલનપુર માર્ગ વચ્ચે એક ગાડીમાં અચાનક આગ લાગી હતી. આ આગ લાગતા ગાડી ચાલક ગાડી સત્વરે સાઈડમાં લઇ ગાડીમાંથી ઉતરી તાત્કાલિક ફાયર વિભાગની જાણ કરવામાં આવી હતી પરંતુ ગાડીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ ગાડી બળીને ખાખ થતા ગાડી માલિકને મોટુ નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે મોટી જાનહાનિ થતા ટળી હતી.

અન્ય સમાચારો પણ છે...