ચેકીંગ:વીજચોરી કરતાં 81 લોકોને ઝડપીને રૂ.11.42 લાખનો દંડ વસૂલ કરાયો

પાલનપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 24 ટીમો બનાવી ભીલડી, શિહોરી, વાવ વિસ્તારમાં ચેકીંગ કરાયું

બનાસકાંઠા જિલ્લામાં લોકો તાર ઉપર ઓકડી મારી કે મીટરમાંથી ચોરી કરતાં હોવાથી યુજીવીસીએલ દ્વારા સોમવારે 24 ટીમો બનાવી ભીલડી, શિહોરી અને વાવ વિસ્તારમાં તપાસ હાથ ધરતાં વીજચોરી કરતાં 81 લોકોને ઝડપી રૂ.11.42 લાખનો દંડ વસૂલ કરાયો હતો.જેને લઈ વીજચોરી કરતા શખ્સોમાં ફફડાટ ફેલાયો હતો.

બનાસકાંઠા જિલ્લામાં વીજ ચોરી થતી હોવાની શંકાના આધારે યુજીવીસીએલની 24 ટીમો દ્વારા સોમવારે ભીલડી, શિહોરી, વાવ વિસ્તારમાં ચેકીંગ હાથ ધરાયું હતું. જેમાં ઘર વપરાશના કનેકશનો તેમજ ખેતરોના કનેકશનોનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. યુજીવીસીએલની ટીમે તાર ઉપર ઓકડી મારી કે મીટરમાંથી ચોરી કરતાં 81 લોકોને ઝડપી લીધા હતા. જેમની પાસેથી રૂ.11,42,000 નો દંડ વસૂલ કરાયો હતો. યુજીવીસીએલની કામગીરીને લઇ વીજ ચોરી કરતાં અન્ય લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...