તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સફળતા:ભાવિસણા ગામના ખેડૂતે ગુલાબી અને સફેદ જામફળમાંથી 11 માસમાં 800 કિલો ઉતાર લીધો

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 700 ગ્રામ વજનવાળા જામફળના 100 રૂપિયે કિલો ભાવ મળ્યો

પાલનપુર તાલુકાના ભાવિસણા ગામના ખેડૂતે પરંપરાગત ખેતી છોડી દોઢ વીઘા જમીનમાં ગુલાબી અને સફેદ જામફળના ગયા લોકડાઉનમાં 408 રોપા ઉછેર્યા હતા જેમાં 11 મહિનામાંજ 800 કિલો ઉતાર મેળવ્યો છે. 700 ગ્રામ વજન વાળા જામફળના ખેડૂતને 100 રૂપિયે કિલો ઊંચો ભાવ મળતા વધુ 400 રોપા લાવી દીધા છે. ભાવિસણા ગામના ડાહ્યાભાઈ વીરાભાઇ કુગશીયા ગયા લોકડાઉનમાં રાસાયણિક દવા વગરની ઓર્ગેનિક જામફળની બાગાયતી ખેતી કરવાનું વિચાર્યું અને તાઇવાન જામફળની ખેતી કઈ રીતે થાય? કેવી જમીન માફક આવે તે વિશેની માહિતી એકઠી કરી.

અને તે બાદ જામફળના છોડ મંગાવીને ખેતી શરૂ કરી. ગુલાબી અને સફેદ જામફળની ખેતી બનાસકાંઠામાં પ્રથમ વાર કરવામાં આવી હોવાનો ડાહ્યાભાઈ દાવો કરે છે જામફળના છોડને વર્ષમાં ત્રણ વખત ફળ આવે છે જેનું વજન 250 ગ્રામ થી 700ગ્રામ જેટલું હોય છે બહારથી લીલા અંદરથી ગુલાબી તેમજ સફેદ રંગના હોવાથી અન્ય જામફળ કરતા તેના વધુ ભાવ મળી રહ્યા છે અને જામફળ 40થી 50 રૂપિયે કિલો જ્યારે ગુલાબી જામફળ સો રૂપિયાના કિલોના ભાવ હાલમાં મળી રહ્યો છે જે 800 કિલો ઉત્પાદન થશે.

અન્ય સમાચારો પણ છે...