અકસ્માત:અમીરગઢ નજીક પોલીસે પીછો કરતાં દારૂ પીધેલા કારચાલકને અકસ્માત નડ્યો

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમીરગઢ - ખુણીયા ત્રણ રસ્તા નજીક પોલીસે એક કારનો પીછો કરતાં દારૂ પીધેલા કાર ચાલકને અકસ્માત નડ્યો હતો. જેની સામે પ્રોહિબિશન એકટ મુજબ ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અમીરગઢ પોલીસ બોર્ડર ઉપર વાહન ચેકિંગમાં હતી. તે દરમિયાન કાર નં. જીજે. 03. એચ. કે. 9272ને ઉભી રખાવવા ઇશારો કર્યો હતો. જોકે, દારૂના નશામાં રહેલો ચાલક રાજસ્થાનના ટાંક જીલ્લાના નિવાઇ તાલુકાના રાહોલીનો પ્રભુલાલ શ્રવણલાલ જાટે કાર ભગાવી મુકી હતી. જે એક ટ્રકને ઘસેડીને ચલાવતાં કારના કાચ ફૂટી ગયા હતા. તેમજ એક ટાયર ફૂટી ગયુ હતુ. અકસ્માતમાં પ્રભુલાલને ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડી ગૂનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...