દાન:યાત્રાધામ અંબાજી મંદિરમાં સાણંદ નજીકના એક ભક્તે 251 ગ્રામ સુવર્ણનું દાન કર્યું

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂપિયા 12 લાખ 17 હજારથી વધુનું સુર્વણ દાન આપ્યું
  • 100 ગ્રામના 2 બિસ્કિટ, 50 ગ્રામનું 1 બિસ્કિટ અને 1 ગ્રામનું 1 બિસ્કિટનું દાન આપ્યું

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં ભક્તો દ્વારા સતત દાન કરવામાં આવે છે. દેશ વિદેશથી ભક્તો માના ચરણોમાં દર્શન કરી યથા શક્તિ મુજબ દાન આપતા રહે છે. ત્યારે આજે શનિવારે અંબાજી મંદિરમાં સાણંદ નજીકના ભક્ત જીતેન્દ્રસિંહ વાઘેલા પરિવાર તરફ 251 ગ્રામ સુવર્ણનું દાન આપવામાં આવ્યું હતું. આંબાજી મંદિરના ટેમ્પલ ઈસ્પેક્ટ તરફથી સુવર્ણનો સ્વીકાર કરવામાં આવ્યો છે.

અંબાજીમાં અવિરતપણે ભક્તો આપતા હોય છે દાનલાખો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર માં અંબાનું ધામ શક્તિ પીઠ અંબાજી મંદિરમાં અવિરતપણે દાન ભક્તો કરતા હોય છે. જેમાં આજે સાણંદ નજીકના ભક્ત જીતેન્દ્રસિંહ વાઘેલાએ 100 ગ્રામના 2 બિસ્કિટ 50 ગ્રામનું 1 બિસ્કિટ અને 1 ગ્રામનું 1 બિસ્કિટ મળી કુલ 251 ગ્રામ સુવર્ણ કે જેની કુલ કિંમત 12 લાખ 17 હજાર 350 થાય છે તેનું દાન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...