લોકડાઉન 4:થરામાં વગર પરવાનગીએ દાદીનું બેસણું યોજનારા પૌત્ર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ

પાલનપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

થરાની અમીધારા સોસાયટીમાં ગુરુવારે વગર પરવાનગીએ દાદીનું બેસણું યોજી સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તેવી વ્યવસ્થા ન રાખનારા પુત્રની પોલીસે અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી. થરાની અમીધારા સોસાયટીમાં રહેતા તરૂણભાઇ અંબાલાલ દરજીએ તેમના મૃતક દાદી શાંતાબેન દરજીનું ગુરુવારે સોસાયટીના હોલમાં લોકડાઉન હોવા છતાં પરવાનગી લીધા વિના જ બેસણું યોજ્યું હતું. જેમાં માણસોને એકઠા કરી ચા-પાણી કરાવી હતી. પરંતુ સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તેવી વ્યવસ્થા ન રાખવા તેમજ જાહેરનામાનો ભંગ કરવા મામલે પોલીસે બેસણું યોજાનારા તરૂણભાઇ અંબાલાલ દરજીની અટકાયત કરી હતી અને તેમની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...