તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યવસ્થા:ઉત્તરાખંડની દુર્ઘટનામાં જિલ્લામાં મદદ અર્થે કંટ્રોલરૂમ ઉભો કરાયો

પાલનપુર22 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • તાલુકા વિકાસ અધિકારીઓને ફોન નં. 02742 250627 ઉપર જાણ કરવા સૂચના અપાઇ

ઉત્તરાખંડમાં સર્જાયેલી દૂઘર્ટનામાં બનાસકાંઠાના વ્યકિતઓની મદદ માટે પાલનપુરમાં કંટ્રોલરૂમ ઉભો કરવામાં આવ્યો છે.બનાસકાંઠા ડિઝાસ્ટર વિભાગના અધિકારી સંજય ચૌહાણે જણાવ્યું હતુ કે, ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશીયર તૂટવાથી રૂષી ગંગા અને ધૌલી ગંગા નદીમાં પાણીની સપાટી વધતાં ભારે પુરની સ્થિતિ સર્જાઇ છે. જેના કારણે ડેમ તુટતાં ખાના ખરાબી સર્જાવા પામી છે.

આવી સ્થિતિમાં ત્યાં કોઇ બનાસકાંઠાની વ્યકિત ફસાઇ હોય તો તેને મદદ કરવા બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલની સૂચનાથી પાલનપુર ખાતે કંટ્રોલરૂમ ઉભો કરવામાં આવ્યો છે. જ્યાં આપત્તિ નિયમનની કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીઓને ફોન નં. 02742 250627 ઉપર ત્વરિત જાણ કરવા સૂચના આપવામાં આવી છે. જોકે, અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાં બનાસકાંઠાની કોઈ વ્યક્તિ ફસાઈ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો