તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુલાકાત:વારાણસીના 67 દૂધ ઉત્પાદકોના મંડળે બનાસડેરીની મુલાકાત લીધી

પાલનપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ સોમવારે બનાસ મેડિકલ કોલેજ મોરિયા ખાતે "પ્રગતિશીલ દૂધ ઉત્પાદક વિકાસ" કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. જેમાં ઉત્તરપ્રદેશના વારાણસી વિસ્તારમાં બનાસડેરી સંચાલિત મિલ્ક કલેક્શન સેન્ટરોના 67 પ્રગતિશીલ દૂધ ઉત્પાદકોનું પ્રતિનિધિ મંડળ પાંચ દિવસની અભ્યાસ તાલીમ માટે બનાસડેરીની મુલાકાતે આવ્યું છે.

બનાસ મેડિકલ કોલેજ મોરીયા ખાતે યોજાઇ રહેલા અભ્યાસ તાલીમ વર્ગની સાથે બનાસડેરીના વિવિધ પ્લાન્ટસની મુલાકાત, આદર્શ પશુપાલન અને પશુ સંવર્ધન અભ્યાસ હેતુ બનાસકાંઠા જિલ્લાના વિવિધ પ્રગતિશીલ દૂધ ઉત્પાદકોના ફાર્મ મુલાકાત, જિલ્લાની આદર્શ દૂધ મંડળીઓની મુલાકાત વગેરે લઈને દૂધ ઉત્પાદકોની આવક વધારવાના બનાસડેરી મોડેલનો પણ અભ્યાસ કરશે.તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો