તપાસ:રાજસ્થાનથી ગૌવંશ ભરેલું કન્ટેનર મહારાષ્ટ્ર પહોંચે તે પહેલાં પાલનપુર નજીકથી ઝડપાયું

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુર જુના આરટીઓ પાસે ગૌરક્ષકોએ કન્ટેનર રોકી તપાસ કરી હતી
  • ટ્રક્માંથી અંદાજિત 40 ગાયો મળતા તમામને ટેટોડા ગૌશાળામા મોકલાઈ

પાલનપુર જુના આરટીઓ નજીક શનિવારે રાજસ્થાનથી મહારાષ્ટ્ર તરફ જાય તે પહેલા પાલનપુર તરફ આવતા કન્ટેનરને ગૌરક્ષકો ઉભું રાખી ચેક કરતા અંદર ગૌવંશ મળી આવતા ગૌરક્ષકોએ હોબાળો મચાવ્યો હતો ત્યારબાદ કન્ટેનરને પોલીસ મથકે લઇ ગયા હતા.

પાલનપુર ગૌરક્ષકોને બાતમી મળેલ કે રાજસ્થાનથી મહારાષ્ટ્ર તરફ એક કન્ટેનર નંબર આર જે 06 જીઆર 9175 ગૌવંશ ભરીને કતલખાને લઇ જઈ રહ્યા જેની ચોક્કસ બાતમીના આધારે પાલનપુર જૂની ચેકપોસ્ટ નજીક કેટલાક ગૌરક્ષકો રાહ જોઈને ઉભા હતા દરમિયાન કન્ટેનર આવતા રોકી તેની તપાસ કરતા અંદરથી અંદાજિત 40 જેટલા ગૌવંશ મળી આવતા ગૌરક્ષકોએ હોબાળો મચાવ્યો હતો જેને લઈ અન્ય ગૌરક્ષકો પોલીસ મથકે દોડી આવ્યા હતા ત્યારબાદ પોલીસ આવી કન્ટેનરને ડીસા ટેટોડા ગૈશાળા ખાતે મોકલાવ્યું હતું ત્યારબાદ પોલીસે ફરિયાદની તજવીજ હાથ ધરી હતી.

કન્ટેનરના ગુપ્ત ખાનામાંથી બે શખ્સો નીકળ્યા
પાલનપુર જુના આરટીઓ નજીક ગૌવંશ ભરેલ કન્ટેનર ઝડપાતા ગૌરક્ષકોએ હોબાળો મચાવ્યો હતો ત્યારબાદ તે કન્ટેનરને ડીસા ટેટોડા ગૌશાળામાં લઈ જઈ ત્યાં ગૌવંશ ઉતારતી વખતે કેન્ટનરના ગુપ્ત ખાનામાંથી અન્ય બે શખ્સો મળી આવતા ગૌરક્ષકોએ ઝડપી લીધા હતા.ત્યારબાદ બંનેને પોલીસ મથકે લઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...